- સરદાર ઉધમ સિંહની મહાન પરાક્રમકથાનું સંસ્મરણ
- જલિયાંવાલા બાગ હત્યાકાંડને મંજૂરી આપનારને ઠાર માર્યો હતો
- બ્રિટિશરોને તેમની જ ધરતી પર હચમચાવી દીધું હતું
હૈદરાબાદ: નામમાં શું છે અને પોતાના લોકોના મોતનો બદલો લેવા ક્યાં સુધી જઇ શકેે? ભારતના એક સપૂતે બ્રિટિશ શાસકોને તેમની જ ધરતી પર થથરતાં કર્યાં હતાં. કારણ કે તેમણે જે નામ લીધું હતું તેણે વસાહતી શાસકોના પાયાને હચમચાવી નાખ્યાં હતાં જેે તેમના કરતાં અનેકગણા મોટા દેશને નિયંત્રણ હેઠળ રાખવાની ટેકનિકો વાપરી હતી. 13 માર્ચ, 1940ના રોજ ઉધમ સિંહે પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓડ્વાયરને ગોળી મારી હતી જ્યારે તેઓ લંડન ખાતે કેક્સટન હોલમાં એક કાર્યક્રમને સંબોધી રહ્યાં હતાં. આમ કરીને તેમણે એ જલિયાવાલા બાગના હત્યાકાંડનો બદલો લીધો હતો જેને ઓડ્વાયરે 10 એપ્રિલ, 1919ના રોજ મંજૂરી આપી હતી.
રામ મોહમ્મદ સિંહ આઝાદ ઉપનામથી 'ભાગલા પાડો અને રાજ કરો'ના બ્રિટિશરોની કૂટનીતિને પડકારી
બ્રિટિશ અધિકારીની હત્યા ઉપરાંત, અંગ્રેજોને સૌથી વધુ હચમચાવી નાખ્યું હતું તે નામ હતું જેને લઇને ઉથમ સિંઘે બદલો લીધો હતો. તેમણે પોતાને રામ મોહમ્મદ સિંહ આઝાદ તરીકે રજૂ કર્યા હતાં. પહેલું નામ હિંદુ, બીજું મુસ્લિમ, ત્રીજું શીખ - ભારતના ત્રણેય મુખ્ય ધર્મો - અને છેલ્લે આઝાદ, આઝાદી કે જેના માટે ભારતને હર ક્ષણની ઝંખના હતી. આ નામે 'ભાગલા પાડો અને રાજ કરો'ના તેમની સિદ્ધાંતને પડકાર્યો હતો જેના દ્વારા અંગ્રેજોએ આટલા વિશાળ દેશ પર આક્રમણ કર્યું અને તેને 200 વર્ષથી વધુ સમય સુધી પોતાના નિયંત્રણમાં રાખ્યું. આમ, તેમના માટે નામ ધારકને અમલમાં મૂકતા પહેલા નામને પ્રથમ સ્થાને કચડી નાખવું મહત્વપૂર્ણ બન્યું. આ નામે 'ભાગલા પાડો અને રાજ કરો'ના બ્રિટિશરોની કૂટનીતિને પડકારી હતી જેના દ્વારા અંગ્રેજોએ આટલા વિશાળ દેશનેે 200 વર્ષથી વધુ સમય સુધી પોતાના નિયંત્રણમાં રાખ્યું. આમ, તેમના માટે આવા નામ ધારકને મોતની સજા અમલમાં મૂકતા પહેલાં પ્રાથમિકતાથી કચડી નાખવું મહત્વપૂર્ણ બન્યું હતું.
જલિયાંવાલા બાગનો હત્યાંકાડ નજરે નિહાળ્યો હતો
તે સમયે 19 વર્ષના ઉધમ સિંહે જલિયાવાલા બાગમાં અંગ્રેજોની ક્રૂરતા જોઈ હતી. એ સમયેે જ્યારે ગોળીબાર થઇ રહ્યો હતો ત્યારે એક ઝાડની ઓથે શરણ લઇને ધાણીફૂટ ગોળીબારમાં પોતાના લોકોની કત્લેઆમ થતી જોઇ હતી. તેમણે ત્યારે જ આવા નરસંહારનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. પરંતુ જનરલ રેજિનાલ્ડ ડાયર, જેણે હત્યાકાંડને અંજામ આપ્યો હતો તે 1927 સુધીમાં ઉધમસિંહ યોજનાઓ ઘડી શકે તે પહેલાં મૃત્યુ પામ્યો હતો. પરંતુ હત્યાકાંડને મંજૂરી આપનાર અધિકારી માઈકલ ઓડ્વાયર ઇંગ્લેન્ડમાં જીવતો હતો અને માનસન્માન પામી રહ્યો હતો.
ઓડ્વાયર સુધી પહોંચવા લાંબી મજલ કાપી