ગુજરાત

gujarat

ETV Bharat / bharat

75 Years of Independence: કેરળ સ્વતંત્રતાસંગ્રામમાં ગૌરવમય પ્રદાન માટે ઉલિયાથુ કદવુની ઉપેક્ષિત ભૂમિનું ઋણી છે - કેરળનો મીઠા સત્યાગ્રહ

કેરળે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ઘણી રીતે યોગદાન આપ્યું છે. તેમાંથી એક મીઠા સત્યાગ્રહ (75 Years of Independence) પણ હતો, જે મહાત્મા ગાંધીએ સવિનય આજ્ઞાભંગ ચળવળના ભાગરૂપે શરૂ કર્યો હતો. કેરળમાં મીઠાના સત્યાગ્રહ કેન્દ્રો કન્નુરમાં પય્યાનુર અને કોઝિકોડમાં બેયપોર (Kerala took part in the Salt Satyagraha) હતાં. દુર્ભાગ્યે ઐતિહાસિક ઉલિયાથુ કદવુ, પય્યાનુરમાં એક અંતરિયાળ સ્થળ હોવાથી ઉપેક્ષા કરવામાં આવી છે. જે હવે અસામાજિક તત્વો માટે છુપાવાનું સ્થળ બની ગયું છે. રહેવાસીઓ આ સ્થળની સુરક્ષા કરવા માટે (Uliyathu Kadavu seeks recognition) સત્તાધીશોને વિનંતી કરે છે.

75 Years of Independence: કેરળ સ્વતંત્રતાસંગ્રામમાં ગૌરવમય પ્રદાન માટે ઉલિયાથુ કદવુની ઉપેક્ષિત ભૂમિનું ઋણી છે
75 Years of Independence: કેરળ સ્વતંત્રતાસંગ્રામમાં ગૌરવમય પ્રદાન માટે ઉલિયાથુ કદવુની ઉપેક્ષિત ભૂમિનું ઋણી છે

By

Published : Dec 11, 2021, 6:28 AM IST

  • કેરળના મીઠા સત્યાગ્રહની વીસરાયેલી વાત
  • કેરળના પય્યાનુરમાં થયેલા મીઠાના કાયદાના ભંગની ઇતિહાસ કથા
  • ઉલિયાથુ કદવુ હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે

કન્નુર: "આ મુઠ્ઠીભર મીઠાથી હું બ્રિટિશ સામ્રાજ્યનો પાયો હચમચાવીશ," મહાત્મા ગાંધીએ 6 એપ્રિલ 1930 ના રોજ ગુજરાતમાં દાંડીના કિનારે આમ કહ્યું હતું. અને તેમણે તે કર્યું પણ ખરું. ગાંધીજીએ 12 માર્ચ, 1930 ના રોજ સવિનય આજ્ઞાભંગ ચળવળના ભાગરૂપે મીઠા સત્યાગ્રહ કૂચ શરૂ કરી હતી જેનું દેશભરના ભારતીયોએ ઉમળકાથી સ્વાગત કર્યું હતું. 1882ના સોલ્ટ એક્ટ (British Salt Law) દ્વારા બ્રિટિશરોનો ભારતમાં મીઠા પરનો ઈજારો હતો. ગાંધીજીનું ધ્યેય આ ઈજારાશાહીને તોડીને મીઠું બધા માટે પોસાય તેવું બનાવવાનું હતું. મહાત્મા ગાંધીના આહ્વાન પર કેરળે પણ મીઠાના સત્યાગ્રહમાં (Kerala took part in the Salt Satyagraha) ભાગ લીધો હતો. જેનો હેતુ બ્રિટિશરો દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરનો વિરોધ (75 Years of Independence) કરવાનો હતો.

75 Years of Independence: કેરળ સ્વતંત્રતાસંગ્રામમાં ગૌરવમય પ્રદાન માટે ઉલિયાથુ કદવુની ઉપેક્ષિત ભૂમિનું ઋણી છે

દાંડી માર્ચમાં મલયાલીઓ

ગાંધીજીની સાથે સી. કૃષ્ણન નાયર, ટાઇટસ, રાઘવ પોથુવાલ, શંકરજી અને તપન નાયરે દાંડી કૂચમાં ભાગ લીધો હતો. કેરળમાં મીઠાના સત્યાગ્રહ કેન્દ્રો કન્નુરમાં પય્યાનુર અને કોઝિકોડમાં બેયપોર હતાં. કેરળમાં પપ્યાનુરના દૂરના સ્થળ ઉલિયાથુ કદવુ (Uliyathu Kadavu seeks recognition) ખાતે મીઠું ઉપાડવાની તૈયારી કરવામાં આવી હતી. તેનું નેતૃત્વ કે. કેલાપ્પન દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ તેમના ઉપનામ કેરળના ગાંધીથી જાણીતા છે. દરમિયાન, મુહમ્મદ અબ્દુરહમાને બેપોરમાં મીઠાના સત્યાગ્રહનું (Kerala took part in the Salt Satyagraha) નેતૃત્વ કર્યું હતું.

પય્યાનુરે ઈતિહાસ રચ્યો

પય્યાનુરમાં, બ્રિટિશ કબજા સામે મીઠા સત્યાગ્રહ વિરોધ કૂચ (Kerala took part in the Salt Satyagraha) ઉલિયાથુ કદવુ ખાતે થઇ હતી. જેનું નેતૃત્વ કે. કેલાપ્પન, મોયરથ શંકરા મેનન અને સી.એચ. ગોવિંદન નામ્બિયારે કર્યું હતું.. 9 માર્ચ, 1930ના રોજ વાડકારામાં યોજાયેલી કોંગ્રેસની બેઠકે આ માટે પરવાનગી આપી હતી. કે કેલપ્પન નેતા હતાં અને કે.ટી. કોઝિકોડથી શરૂ થયેલી 32 સભ્યોની સરઘસમાં કુંજીરામન નામ્બિયાર કેપ્ટન હતાં. 13 એપ્રિલ, 1930ના રોજ કૃષ્ણપિલ્લઈ દ્વારા ગાયેલા બ્રિટિશ વિરોધી ગીત 'વાઝકા ભારતસમુદયમ' સાથે કૂચની શરૂઆત થઈ જેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી. મોયરથ કુંજી શંકરા મેનન, પી. કુમારન અને સી.એચ. ગોવિંદને રસ્તામાં સ્વાગતની વ્યવસ્થાઓ ગોઠવી. આ કૂચ 21 એપ્રિલે પય્યાનુર પહોંચીં. બીજા દિવસે કૂચ ઉલિયાથુ કદવુ (Uliyathu Kadavu seeks recognition) પહોંચી. સૂત્રોચ્ચાર અને રાષ્ટ્રગીત વચ્ચે સ્વતંત્રતા સેનાનીઓએ મીઠું તૈયાર કરીને કાયદો તોડ્યો અને આમ ઉલિયાથુ કદવુ-પયાનુરની ઘટના કેરળના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં (Kerala took part in the Salt Satyagraha) એક વળાંક (75 Years of Independence) બની ગઈ.

હિંસા અને વિરોધ

રોષે ભરાયેલા અંગ્રેજોએ પય્યાનુરમાં સત્યાગ્રહ છાવણી પર હુમલો કર્યો અને સમર્થકોને માર માર્યો. કે. કેલાપ્પન સહિતના નેતાઓની પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતાં. આનાથી તો લોકો ઉત્સાહિત થઈ ગયાં અને હજારો લોકો સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા તૈયાર થઈ ગયા. કન્નુર, થાલાસેરી અને જિલ્લાના અન્ય ભાગોમાં વ્યાપક વિરોધ થયો હતો. કોંગ્રેસના અનેક કાર્યકરોની ધરપકડ કરવામાં (Kerala took part in the Salt Satyagraha) આવી હતી.

ઉલિયાથુ કદાવુ હવે ઓળખ માટે ઝઝૂમે છે

ગયા વર્ષે મીઠાના સત્યાગ્રહની 90મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. તેમ છતાં ઉલિયાથુ કદવુના (Uliyathu Kadavu seeks recognition) સુપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ પ્રત્યે કોઈનું ધ્યાન ગયું નથી અને આજે તે અસામાજિક તત્વોનો ગઢ બની ગયું છે. મીઠાના સત્યાગ્રહના ઐતિહાસિક રેકોર્ડ પયન્નુર ગાંધી સ્મૃતિ સંગ્રહાલયમાં (Payannur Gandhi Memorial Museum) રાખવામાં આવ્યાં છે. ગાંધી મ્યુઝિયમમાં આંદોલનમાં ભાગ લેનારાઓના નામ અને અન્ય વિગતો ધરાવતા દસ્તાવેજો અને પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી એફઆઈઆરની નકલ પણ છે. જૂના પય્યાન્નુર પોલીસ સ્ટેશન, જ્યાં દેખાવકારોને માર મારવામાં આવ્યો હતો, તેને ગાંધી મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્થાનિકોએ માગ કરી હતી કે સત્તાવાળાઓએ ઉલિયાથુ કદવુના ઐતિહાસિક (Kerala took part in the Salt Satyagraha) સ્થળની સુરક્ષા માટે તાત્કાલિક તૈયારી (75 Years of Independence) કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details