- દેશની આઝાદીમાં કુરબાન થનારાં શહીદોને સ્મરણાંજલિ
- સ્વાતંત્ર્યસેનાનીઓના સંઘર્ષ અને તેમના જીવનની મુશ્કેલીઓ વિશે જાણો
- હિસારની ટૂંકી આઝાદી અને પુનઃગુલામીની સંઘર્ષકથા
હિસારઃ જો તમે આઝાદ દેશનો (75 years of independence) અર્થ શું છે તે જાણવા માગતા હો તો સ્વાતંત્ર્યસેનાનીઓના (Freedom fighters ) સંઘર્ષ અને તેમના જીવનની મુશ્કેલીઓ વિશે જાણો. આપણે 1947માં આઝાદ થયાં પણ આપણાં પૂર્વજો સેંકડો વર્ષો સુધી લડ્યાં હતાં.. 1857ની ઘણી વાર્તાઓ છે જે કહે છે કે ભારત માતાના પુત્રોએ આપેલા બલિદાન અતુલ્ય હતાં. આજે અમે કેટલાક આવા ક્રાંતિકારીઓની વાત જણાવી રહ્યાં છીએ, જેમના પરાક્રમોએ ઇતિહાસના પાનાં પર તેમને જેટલી જગ્યા મળી તેના કરતાં મોટા હતાં. એટલું મોટું કે 1857માં તેમણે હિસારને (Hisar) આઝાદ કરાવી દીધું હતું.
હિસારની સ્વતંત્રતાનો સંઘર્ષ
29 મે 1857ના રોજ હિસાર (Hisar) સ્વતંત્ર થયું હતું, પરંતુ સંઘર્ષ પૂર્ણ થયો ન હતો. હિસારમાં રહેલા તમામ બ્રિટિશરોને ક્રાંતિકારીઓએ કાં તો મોતને ઘાટ ઉતારી દીધાં હતાં અથવા જેલમાં ધકેલી દીધાં હતાં. તેમાંથી એક અંગ્રેજ, ભાગી જવામાં સફળ રહ્યો અને તેણે ઉચ્ચ અફસરોને સમગ્ર ઘટના વિશે જાણ કરી.
બહાદુરશાહના પરિવારની આગેવાનીમાં લડાઈ
આ લડાઈ આઝમખાનના નેતૃત્વમાં લડાઈ રહી હતી.આઝમખાન બહાદુરશાહ ઝફરના (Bahadur Shah Zafar) પરિવારના હતાં. ક્રાંતિકારીઓ પાસે તલવાર અને જેલિઓ જેવા પરંપરાગત હથિયારો હતાં અને અંગ્રેજો પાસે બંદૂકો હતી. આ સિવાય અંગ્રેજો પાસે એક પ્લસ પોઇન્ટ પણ હતો કે તેઓ કિલ્લાની અંદર હતાં અને ક્રાંતિકારીઓ બહાર હતાં. પરિણામ એ હતું કે ક્રાંતિકારીઓની છાતી ગોળીઓથી ચારણી બની ગઈ. આ યુદ્ધમાં 438 ક્રાંતિકારીઓ શહીદ થયાં હતાં. જેમાંથી 235 શહીદોના મૃતદેહો વેરવિખેર પડેલાં જોવા મળ્યાં હતાં અને બાકીનાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ક્રાંતિકારીઓ યુદ્ધ હારી ગયાં અને 123 લોકોને કેદી બનાવવામાં આવ્યાં હતાં. અંગ્રેજોની (Brirish saltanat) બર્બરતાનો ખેલ આ પછી શરૂ થયો. અંગ્રેજો 123 લોકોને રોડ રોલર્સ લાવીને તેની નીચે કચડી નાખ્યાં હતાં.