- દેશની આઝાદીના 75માં વર્ષેે યાદ કરો શહીદોની ગાથા
- ક્રાંતિકારી શહીદ ભગતસિંહ અને સાથીઓની અનોખી ગાથા
- ભગતસિંહની જેલડાયરીમાં છે તેમણે મારેલી ગોળીની વાત
ચંડીગઢ: ભારતની સ્વતંત્રતા ચળવળ ( 75 Years of Independence) તેની અહિંસા પદ્ધતિઓ માટે જાણીતી છે. એ સાથે જ સંખ્યાબંધ ક્રાંતિકારીઓને પણ જન્મ આપ્યો હતો. તેમાંથી એક નામ બાકીનાથી અલગ છે: ભગતસિંહ. શું તમે જાણો છો કે તે એક એવા ક્રાંતિકારી (Revolutionary freedom fighters Bhagatsinh) છે જેમણે જુલમ સામેની લડાઈમાં માત્ર એક જ ગોળી (Bhagat Singh revolutionary who shot one bullet) દાગી હતી? ક્રાંતિકારીઓ માનતાં હતાં કે કે શરીરને મારી શકાય છે પરંતુ મજબૂત મનને નહીં, વિચારો અને વિચારો અમર રહેશે. આ તેમણે પોતાના જીવન દ્વારા સાબિત કર્યું. તેમનું જીવન બાદની પેઢીઓએ વળગી રહેવાના સંદેશ સમાન હતું.
ભગતસિંહનો જન્મ અને પરિવાર
ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના રોજ અખંડ ભારતમાં (હવે પાકિસ્તાનમાં) લાયલપુરમાં થયો હતો. તેઓ તેમના પિતા અને કાકાને જોઈને મોટા થયા હતાં જેઓ હિંદુ સુધારાવાદી ચળવળ આર્ય સમાજ અને ગદર પાર્ટી સાથે જોડાયેલા હતાં. પાકિસ્તાનના લાહોરમાં ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા તેમનું પૈતૃક ઘર હજુ પણ સુરક્ષિત છે. ફાઉન્ડેશન દરેક સમયના ક્રાંતિકારી માટે શહીદનો દરજ્જો માગે છે.
આ પણ વાંચો:Sardar Utham Singh એ નામ જેણે બ્રિટિશ સામ્રાજ્યના બડેખાંઓને થથરાવી દીધાં હતાં
જલિયાંવાલા બાગ હત્યાકાંડની બાળપણથી રહી અસર
જલિયાનવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે ભગતસિંહ 12 વર્ષના હતાં અને તે પોતે ત્યાંથી માટી એકત્ર કરવા સ્થળ પર ગયા હતાં. 1928 સુધી ભગતસિંહ અન્ય કોઈ ગુસ્સે ભરાયેલા યુવાનની જેવા જ હતાં જેઓ ભારતની ધરતી પરથી અંગ્રેજોને ભગાડવા માંગતા હતાં. એક ઝંખનાસભર વાચક અને લેખક, પરદેશીઓની તાકાત સામેની લડાઈમાં કલમ તેમની તલવાર હતી. એક રાજકીય વર્તુળ ધરાવતાં પરિવારમાં જન્મેલાં ભગતસિંહના (Revolutionary freedom fighters Bhagatsinh) તરુણાવસ્થામાં પહોંચતા પહેલાં જ તેમના મનમાં ક્રાંતિના બીજ વવાઇ ગયાં હતાં.
જીવન બદલતી ક્ષણો
સાયમન કમિશનનું આગમન અને ત્યારબાદ મહાત્મા ગાંધીની અહિંસા ચળવળને ટેકો આપનાર મધ્યમ નેતા લાલા લાજપતરાયનું મૃત્યુ એ ભગતસિંહના જીવનની નિર્ણાયક ક્ષણ હતી. ભારતના બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવા માટે 7 સભ્યોના સાયમન કમિશનની રચના કરવામાં આવી હતી અને પેનલમાં એક પણ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. સાયમન કમિશન સામે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો અને લાલા લાજપતરાય લાહોરમાં વિરોધના કેન્દ્રમાં હતાં. ભગતસિંહ અને તેમના મિત્રો લાહોરમાં લાલાના વિરોધમાં જોડાયા અને સાયમન કમિશનને કાળા ઝંડા બતાવ્યાં. બ્રિટિશ પોલીસ અધિક્ષક જે.એ. સ્કોટ હેઠળના અંગ્રેજો સૈનિકોએ તેેમને બળથી કચડી નાખ્યો. બાદમાં પોલીસના લાઠીચાર્જમાં માથામાં થયેલી ઈજાને કારણે તે મૃત્યુ પામ્યાં, જેનાથી લોકોના મનમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ. ભગતસિંહ અને તેમની હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિક આર્મીનો કોઈ બીજો ઇરાદો નહોતો. તેઓ અંગ્રેજોને તેમની હિંસા માટે પાઠ ભણાવવા સમગ્ર રાષ્ટ્ર માટે ઉભા થયાં. તેઓએ અંગ્રેજ પોલીસની ક્રૂરતા સામે બદલો લેવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો:દેશની આઝાદીમાં ઓરિસ્સાના આદિવાસી લોકોનો મહત્વનો ફાળો, ઇતિહાસના પાનામાંથી અનેકના નામ ગાયબ