- નવજીવને 1000થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા
- 11 ફેબ્રુઆરી, 1922ના મુદ્રણાલય શરૂ કરવામાં આવ્યું
- મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના તમામ યંત્રો નવજીવનને ભેટ કર્યા હતા
નવજીવન ટ્રસ્ટ (navjivan trust) ગાંધીજીના સાહિત્ય અને વિચારોનો પ્રચાર કરે છે, જે મહાત્મા ગાંધી દ્વારા 1919માં સ્થાપવામાં આવ્યું હતું. નવજીવને નિરંતર વિકાસ સાધતા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત ભારતની 18 જેટલી ભાષાઓમાં 1000થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. 7 સપ્ટેમ્બર, 1919માં ગાંધીજીની તંત્રીપદે (Gandhiji the editor of Navjivan) નિમણૂક થયા બાદ નવજીવન મેગેઝીનની શરૂઆત થઈ હતી. નવજીવન મેગેઝીન (navjivan magazine) શરૂઆતમાં દર મહિને પ્રકાશિત થતું હતું, પરંતુ ગાંધીજીની તંત્રીપદે નિમણૂક થતાની સાથે જ તેને સાપ્તાહિક કરવામાં આવ્યું હતું.
1922ના રોજ મુદ્રણાલય શરૂ કરવામાં આવ્યું
રોજ રૂપિયા 400ના ભાડામાં સરખીગરાની વાડી (sarkhigarani vaadi)માં મકાન ભાડે રાખીને વર્ષ 11 ફેબ્રુઆરી, 1922ના રોજ મુદ્રાણાલય (navjivan printing press) શરૂ કરવામાં આવ્યું હતું. 27 નવેમ્બર, 1929 (75 Years Gujarat)ના દિવસે નવજીવન ટ્રસ્ટનો દસ્તાવેજ (Document of Navjivan Trust) રજીસ્ટર થયો હતો અને પ્રમુખ પદે સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક થઇ હતી.
નવજીવન ટ્રસ્ટનો ઉદ્દેશ શું હતો?
નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી વિવેક દેસાઈ (trustee of navjivan trust vivek desai)એ જણાવ્યું કે, "હિન્દી, ગુજરાતી અને અન્ય ઇન્ડો-આર્યન ભાષાઓમાં નવજીવન શબ્દનો અર્થ નવું જીવન એમ થાય છે. સ્થાપનાના સમયે તેની ઘોષણામાં જણાવ્યા મુજબ, નવજીવન ટ્રસ્ટનો ઉદ્દેશ હિન્દ સ્વરાજ્ય એટલે કે ભારત માટે, સ્વરાજ્યની પ્રાપ્તિ માટે શાંત અને પ્રબુદ્ધ સેવકો દ્વારા લોકોને શિક્ષિત કરીને શુદ્ધ રીતે ભારતની સેવા કરવાનો હતો. નવજીવનની શરૂઆત સ્વરાજની શાંતિપૂર્ણ પ્રાપ્તિ, પ્રચારને આગળ વધારવા, નવું જીવન પ્રદાન કરવા અને ખાસ કરીને ગાંધી વિચારધારાને આગળ ધપાવવા માટે કરવામાં આવી હતી."