ગુજરાત

gujarat

ETV Bharat / bharat

75 Year of Independence Day: માર્ટિન લૂથર કિંગએ પણ હોટલને બદલે અહીંયા રહેવાનું કર્યું હતું પસંદ, જાણો ગાંધીજી અને મણીભવન વચ્ચે શું છે સંબંધ... - પંડિત જવાહરલાલ નેહરુએ ગાંધી મેમોરિયલ મ્યૂઝિયમ ઉદ્ઘાટન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આશ્રય આપવાની પ્રતિષ્ઠા ધરાવતા ભારતમાં માત્ર થોડા જ સ્થળો છે. આવું જ એક મણિ ભવન નામનું સ્થળ (Mahatma Gandhi in Mani Bhavan) મહારાષ્ટ્રમાં છે. જે મુંબઈના ગામદેવી વિસ્તારના લેબર્નમ રોડ પર આવેલું છે. મહાત્મા ગાંધી અહીં 17 વર્ષથી રોકાયા હતા. તો હવે તેને સંબંધિત કલાકૃતિઓ સાથે સંગ્રહાલયમાં (Mani Bhavan converted into Gandhi memorial museum) રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે (75 Year of Independence Day) આઝાદીના સમયે મહત્વના રહેલા આ સ્થળ વિશે જાણો આ અહેવાલમાં.

75 Year of Independence Day: માર્ટિન લૂથર કિંગએ પણ હોટલને બદલે અહીંયા રહેવાનું કર્યું હતું પસંદ, જાણો મહાત્મા ગાંધી સાથે જોડાયેલી અજાણી વાતો...
75 Year of Independence Day: માર્ટિન લૂથર કિંગએ પણ હોટલને બદલે અહીંયા રહેવાનું કર્યું હતું પસંદ, જાણો મહાત્મા ગાંધી સાથે જોડાયેલી અજાણી વાતો...

By

Published : Feb 12, 2022, 7:42 AM IST

Updated : Feb 12, 2022, 2:01 PM IST

મુંબઈ: ભારતમાં એવા થોડા જ સ્થળો છે, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આશ્રય આપવાનું ગૌરવ ધરાવે છે. મહારાષ્ટ્રમાં પણ આવી જ એક જગ્યા છે, જેનું નામ છે મણિ ભવન. આ મુંબઈના ગામદેવી વિસ્તારના લેબર્નમ રોડ પર આવેલું છે. મહાત્મા ગાંધી વર્ષ 1917 અને 1934ની વચ્ચે 17 વર્ષથી વધુ સમય સુધી અહીં (Mahatma Gandhi in Mani Bhavan) રહ્યા હતા. મણિ ભવન મહાત્મા ગાંધીની તમામ રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્રબિંદુ બની ગયું હતું. કારણ કે, આ સમયગાળો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતનો સમય હતો. આ સ્થળ પરિણામે ગાંધીજીના અહીં રહેતા સમયગાળા દરમિયાન બનેલી કેટલીક મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બન્યું છે.

હવે ગાંધી મેમોરિયલ મ્યૂઝિયમ તરીકે ઓળખાય છે મણિ ભવન

મણિ ભવન હવે ગાંધી મેમોરિયલ મ્યૂઝિયમ તરીકે ઓળખાય છે

જોકે, મણિ ભવન હવે ગાંધી મેમોરિયલ મ્યૂઝિયમ તરીકે (Mani Bhavan converted into Gandhi memorial museum) ઓળખાય છે અને દર વર્ષે ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. આખી ઈમારત હવે ગાંધીજીના તેમના પરિવાર, મિત્રો, મહત્વપૂર્ણ નેતાઓ અને કેટલીક નોંધપાત્ર ઘટનાઓ સાથેના ફોટાને સમાવે છે, જેનો તેઓ એક ભાગ રહ્યા છે. આ ઉપરાંત આ સ્થળે તેમના કપડાં, ચરખા અને અન્ય સામાન પણ સંગ્રહાલયમાં કલાકૃતિઓ તરીકે પ્રદર્શિત છે.

આ પણ વાંચો-75 Year of Independence Day: દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનારા ક્રાંતિના 'અર્જુન'ની રસપ્રદ વાતો, જાણો

મહાત્મા ગાંધી જે રૂમમાં રોકાયા હતા તે એમનો એમ રાખવામાં આવ્યો છે

મહાત્મા ગાંધીજી જ્યાં રોકાયા હતા. તે ઓરડો તેમના રોકાણ સમયે હતો તેવો જ રાખવામાં આવ્યો છે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એક પુસ્તકાલય (Library at Mani Bhavan) પણ છે. આમાં 50,000થી વધુ પુસ્તકો શામેલ છે, જેમાં તેમના વિશે અને તેમના ફિલસૂફી અને ઉપદેશો વિશે લખાયેલા પુસ્તકો છે. અહીંના કેટલાક પુસ્તકો ગાંધીજીના જ હતા અને તેમણે પણ વાંચ્યા હતા. આ પીએચ.ડી. ગાંધીવાદી ફિલોસોફી અથવા તેને લગતા અન્ય વિષયોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વારંવાર તેમના સંદર્ભો અને અભ્યાસ સામગ્રી માટે આ પુસ્તકાલયનો સંદર્ભ લે છે.

આ પણ વાંચો-75 Year of Independence Day: ક્રાંતિકારીઓ માટે આશ્રયનું સ્થાન બનેલી જામા મસ્જિદની રસપ્રદ વાતો, જુઓ

1921માં શરૂ થયેલી સ્વદેશી ચળવળ

મેઘશ્યામ અઝગાંવકર, મણિ ભવન ગાંધી મ્યૂઝિયમના એક્ઝિક્યૂટિવ સેક્રેટરી. તે દિવસોને યાદ કરે છે. જ્યારે ગાંધી ભવનમાં રહેતા હતા ત્યારે ગાંધીજી એકદમ બીમાર પડ્યા હતા. "ડૉક્ટરે કસ્તૂરબા ગાંધીને કહ્યું હતું કે, તેમની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને તેમને તેમના આહારમાં બકરીના દૂધનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું. આના કારણે તેમને સ્વસ્થ થવામાં મદદ મળી હતી. ગાંધી પણ તેમના તમામ અર્ધમાસિક સામયિકો અહીંથી ચલાવતા હતા. નવજીવન સામયિક અને અન્ય પણ અહીંથી પ્રકાશિત થાય છે. તેમણે કહ્યું. બ્રિટિશ શાસન દરમિયાન 1921માં શરૂ થયેલી સ્વદેશી ચળવળ પણ મણિભવનમાંથી (Indigenous movement from Manibhavan) ઉદભવી હતી.

ગાંધીજીએ ધોતીનો પોશાક અપનાવ્યો

અંગ્રેજોએ 4 જાન્યુઆરી 1932ની સવારે મહાત્મા ગાંધીજીની મણિ ભવનથી જ ધરપકડ કરી હતી. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન મણિ ભવનની ઈમારતના ટેરેસ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ જ વર્ષે 27 અને 28મી જૂને અહીં કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક પણ મળી હતી. મણિ ભવન વિશે સૌથી મહત્વની બાબત (Importance of Mani Bhavan) કદાચ ગાંધીજીની આકૃતિ સાથે જોડાયેલા પ્રતીકવાદને આકાર આપવામાં તેનું મહત્વ (Importance of Mani Bhavan) છે. અહીંથી જ ગાંધીજીએ તેમનો પોશાક બદલ્યો અને ધોતીનો પોશાક અપનાવ્યો ત્યારબાદ તેમણે અહીં પહેલીવાર ચરખાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.

આ ઈમારત મૂળ ગાંધીજીની ન હતી

અન્ય કેટલીક નિર્ણાયક ઘટનાઓ કે, જે સ્મારક સાક્ષી છે. તે અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથેની તેમની સામાન્ય બેઠકો સિવાય અસહકાર ચળવળ, સવિનય અસહકાર, દાંડી યાત્રા અને સત્યાગ્રહ અંગેની બેઠકો છે. આ ઈમારત મૂળ ગાંધીજીની ન હતી. પરંતુ આ ઈમારત રેવાશંકર જગજીવન ઝવેરીની હતી, જેઓ મહાત્મા ગાંધીજીના પરિચિત (Importance of Mani Bhavan) હતા. ગાંધીજી અહીં તેમના મહેમાન તરીકે બિલ્ડીંગના બીજા માળે રહેતા હતા. ભારત અને વિશ્વભરમાંથી લોકો અહીં આવતા હતા. ગાંધીજીને તેમની સલાહ અને સૂચનો પૂછવા અથવા ફક્ત તેમને મળવા. અઝગાંવકર યાદ કરે છે. તેઓ વધુમાં જણાવે છે કે, મ્યૂઝિયમના ટ્રસ્ટે વર્ષ 1955માં આ ઈમારત ખરીદી હતી અને 1965માં ગાંધી મેમોરિયલ મ્યૂઝિયમનો (Mani Bhavan converted into Gandhi memorial museum) પાયો નાખવામાં આવ્યો હતો. પંડિત જવાહરલાલ નેહરુએ એ જ વર્ષે મ્યુઝિયમનું ઉદ્ઘાટન (Inauguration of Gandhi Memorial Museum by Pandit Jawaharlal Nehru) કર્યું હતું.

જોકે, આ દિવસોમાં લૉકડાઉનને કારણે ગાંધી ભવન બંધ રહે છે, પરંતુ જે પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. તેમને ગાંધીજીના જીવનની યાદ અપાવે તેવી સમજ મળે છે.

Last Updated : Feb 12, 2022, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details