ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં તૂટ્યો મહત્તમ તાપમાનનો 70 વર્ષ જૂનો રેકોર્ડ, તાપમાનમાં 23.8 ડિગ્રી સુધીનો ઘટાડો - દિલ્હી સમાચાર

બુધવારે દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા 70 વર્ષોમાં આટલું ઓછું મહત્તમ તાપમાન નોંધાયું છે.

દિલ્હીમાં મહત્તમ તાપમાન તૂટવાનો 70 વર્ષ જૂનો રેકોર્ડ, 23.8 ડિગ્રી સુધીનો તાપમાનમાં ઘટાડો
દિલ્હીમાં મહત્તમ તાપમાન તૂટવાનો 70 વર્ષ જૂનો રેકોર્ડ, 23.8 ડિગ્રી સુધીનો તાપમાનમાં ઘટાડો

By

Published : May 20, 2021, 10:44 AM IST

  • 13મે 1982ના રોજ આ પહેલા મહત્તમ તાપમાન ઘટીને 24.8 પર પહોંચી ગયું હતું
  • મહત્તમ તાપમાન 1951પછી ક્યારેય ઓછું થયું નથી
  • દિલ્હીમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે

ન્યુ દિલ્હી: રાજધાનીમાં સતત વરસાદના પગલે મહત્તમ તાપમાનના રેકોર્ડમાં ઘટાડો નોંધાયો છે. આના કારણે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 16.8 ડિગ્રી ઓછું 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 70 વર્ષોમાં મેમાં મહત્તમ તાપમાન આટલું ઓછું નોંધાયું છે.

દિલ્હીમાં તૂટ્યો મહત્તમ તાપમાનનો 70 વર્ષ જૂનો રેકોર્ડ, તાપમાનમાં 23.8 ડિગ્રી સુધીનો ઘટાડો

આ પણ વાંચોઃસાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ

દિલ્હીમાં સવારે 9થી સાંજના 5:30 સુધીમાં કુલ 31.3મીમી વરસાદ પડ્યો હતો

હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 13મે 1982ના રોજ આ પહેલા મહત્તમ તાપમાન ઘટીને 24.8 પર પહોંચી ગયું હતું. વર્તમાન રેકોર્ડમાં, મહત્તમ તાપમાન 1951પછી ક્યારેય ઓછું થયું નથી. આજે પણ એવું ત્યારે થયું, જ્યારે દિલ્હીમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. નિષ્ણાંતો કહે છે કે, દિલ્હીમાં જે વરસાદ પડી રહ્યો છે તેની પાછળનું કારણ તૌકતે વાવાઝોડું છે. જો કે, આની પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પણ કારણ માનવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં સવારે 9થી સાંજના 5:30 સુધીમાં કુલ 31.3મીમી વરસાદ પડ્યો હતો.

તાપમાન સામાન્ય કરતાં લગભગ 16 ડિગ્રી જેટલું નીચે ગયું છે

અવિરત વરસાદના કારણે દિલ્હીનું તાપમાન ઘટીને 23.8 ડિગ્રી થઈ ગયું છે. તાપમાન સામાન્ય કરતાં લગભગ 16 ડિગ્રી જેટલું નીચે ગયું છે અને 1951પછી પહેલીવાર મે મહિનામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. દિલ્હીમાં પણ દિવસભર વરસાદની સંભાવના છે.

દિલ્હી અને આજુબાજુના ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી શકે છે

દિલ્હીના પ્રાદેશિક હવામાન આગાહી કેન્દ્રએ જણાવ્યું છે કે, સવારે દિલ્હી અને આજુબાજુના ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી શકે છે. દિલ્હી, પાણીપત, ગન્નુર, મુઝફ્ફરનગર, નજીબાબાદ, બિજનૌર, ચાંદપુર, હસ્તિનાપુર, સકોટી, ટાંડા, દૌરાલા, મેરઠ, મોદીનગર, કીઠોર, ગઢમુક્તેશ્વર, હાપુડ અને અનૂપશોહર સહિતના કેટલાક સ્થળોએ આગામી કેટલાક ક્લાકો દરમિયાન વરસાદ પડશે.

વાવાઝોડું 'યાસ' 26-27મેના રોજ પૂર્વ કાંઠે ટકરાશે

દેશના પશ્ચિમ દરિયાકાંઠે તૌકતે વાવાઝોડા પછી હવે બીજો એક ચક્રવાત પૂર્વીય દરિયાકાંઠે ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગે બુધવારે હતું કે, વાવાઝોડું 'યાસ' 26-27મેના રોજ પૂર્વ કાંઠે ટકરાશે. વિભાગે જણાવ્યું છે કે, 22મેના રોજ ઉત્તર અંદમાન સમુદ્ર અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની સંભાવના છે. જે પછીના 72ક્લાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.

આ પણ વાંચોઃહવામાન વિભાગ દ્વારા વરસાદ અને કરાના વાતાવરણ માટે આપવામાં આવી ચેતવણી

26મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ-ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે છે

ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે, તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને 26મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ-ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ અને મેઘાલયમાં 25મેથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિભાગે કહ્યું કે, આ પછી વરસાદ વધુ તીવ્ર બનશે.

ABOUT THE AUTHOR

...view details