ઉત્તરપ્રદેશ :બેતિયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોની ગેંગનો એક સાગરીત પશ્ચિમ ચંપારણના શિકારપુરથી જોડાયેલો છે. ઉત્તર પ્રદેશમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે પાકિસ્તાન તરફથી એક કેનેરા બેંક એકાઉન્ટમાં 70 લાખ રૂપિયાનું ફંડિંગ કરવામાં આવ્યું છે. આ બેંક ખાતું બિહારના પશ્ચિમ ચંપારણના શિકારપુરના રહેવાસી ઇઝહારુલ હુસૈન દ્વારા સંચાલિત હતું. તે બેંક ખાતા પર ઇઝહારુલનો મોબાઇલ નંબર પણ મળી આવ્યો છે.
પાકિસ્તાની ફંડિંગનો પર્દાફાશ : ઉત્તરપ્રદેશમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે પાકિસ્તાન દ્વારા એક કેનેરા બેંક ખાતામાંથી 70 લાખ રૂપિયાનું ફંડિંગ કર્યું હતું. તે બેંક એકાઉન્ટનું કનેક્શન પશ્ચિમ ચંપારણ જિલ્લાના શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે જોડાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરાયેલા 7 શંકાસ્પદ આતંકવાદીઓ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે આ મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ ઇનપુટના આધારે ATS ગાઝિયાબાદની ટીમ શિકારપુર પહોંચી અને ઈઝહારુલની પૂછપરછ કરી હતી, જેમાં મહત્વના ખુલાસા થયા હતા.
આતંકી ઝડપાયો :જોકે શિકારપુર પોલીસે ATS ટીમ સાથે મળીને આ મામલે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન આરોપી રુપૌલિયામાં તેના ઘરે નશાની હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ તેને એક્સાઇઝ એક્ટ હેઠળ બેતિયા જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ સાથે જ પૂછપરછ બાદ એટીએસની ટીમ પરત ફરી હતી પરંતુ ઈઝહારુલને રિમાન્ડ પર લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
70 લાખ રૂપિયાનું ફંડિંગ : મળતી માહિતી અનુસાર ગાઝિયાબાદના રિયાઝુદ્દીનના ખાતામાં 70 લાખ રૂપિયા આવ્યા હતા. તેને સોમવારે એટીએસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પારિવારિક વિવાદ બાદ રિયાઝુદ્દીન હાપુડ જિલ્લાના પિલખુવા શહેરમાં રહેતો હતો. જ્યાં છેલ્લા એક વર્ષથી મશીન ખરાદનું કામ કરતો હતો. આ પહેલા તે દિલ્હીમાં ખરાદ ફેક્ટરીમાં કામ કરતો હતો. જ્યાં તેની મુલાકાત પશ્ચિમ ચંપારણના ઈઝહારુલ સાથે થઈ હતી. તેણે જ રિયાઝુદ્દીનનું બેંક ખાતું ખોલાવ્યું હતું. તેના બદલામાં રિયાઝુદ્દીનને દર મહિને 10,000 રૂપિયા મળતા હતા. જોકે ઈઝહારુલ પોતે જ એકાઉન્ટ ઓપરેટર કરી રહ્યો હતો.
- આતંકીઓને રૂપિયા પૂરા પાડનારા યાસીન મલિકને આજીવન કારાવાસ
- Aluva Rape Case: કેરળની કોર્ટે અલુવા બળાત્કાર અને હત્યા કેસમાં દોષિતને ફાંસીની સજા સંભળાવી