બેલાગવી:બેલાગવી તાલુકાની આસપાસના વિસ્તારમાં એક ક્રુઝર પલ્ટી મારતા લગભગ 7 લોકોના ઘટનાસ્થળે જ મોત (7 people died) થયા હતા. ક્રુઝરનો ડ્રાઈવર બેલ્લારી નાળામાં પડી ગયો હતો.આ ધટના સવારે 7:30 વાગ્યાની આસપાસ બની હતી. આ ક્રુઝરમાં બેઠેલા લોકો કામ કરવા જતા કામદારો હતા જે ગોકાકા તાલુકાના (Gokaka taluku) અક્કતાંગિયાકલ ગામથી બેલગવી આવી રહ્યા હતા.
આ પણ વાંચો:શું ખરેખર માસુમને આટલીજ કિંમતમાં નરાધમે વેચી મારી...
ક્રુઝર પલટી ખાઈ ગઈ:આજે સવારે બેલાગવી નજીક એક વાહન પલટી જતાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા અને 11 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. તેમાં બઘા કામ કરવા જતા કામદારો હતા જે ગોકાકા તાલુકાના અક્કતાંગિયાકલ ગામથી (Akkatangiyarahalla village) બેલગવી આવી રહ્યા હતા. ડ્રાઈવરે કાબુ ગુમાવતા (driver lost balance) ક્રુઝર બેલ્લારી નાળામાં પડી ગયું અને સાત લોકોના મોત થયા. મારીહાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી છે. બેલગાવીમાં કુલ 18 લોકો રેલ રેલિંગના કામ માટે આવી રહ્યા હતા.
આ પણ વાંચો:ખાડો બન્યો મોતનો કુવો : એક જ પરિવારના આઠ લોકો હોમાયા
પોલીસે તપાસ હાથ ધરી:ભીમાશી કુંદરગી કાલ્યાના પુલ પાસે આ ક્રુઝર પલટી ખાઈ ગઈ હતી. તેમા ઓછામાં ઓછા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અન્ય 11 ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ત્રણની હાલાત ગંભીર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલિસ કમિશનર ડૉ. બોરાલિંગૈયાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે