- અધિકારીઓ-કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
- પિછોર શાખામાં બેંકના ભંડોળમાં ઉચાપત સામે આવી
- ઑડિટ ટીમની તપાસમાં પ્રથમ દૃષ્ટિએ બેંક ગેરરીતિ અને ઉચાપતમાં દોષી
ભોપાલ: મધ્ય પ્રદેશની સહકારી બેંકમાં થયેલી ગરબડ (Co-operative bank scam)ના મામલે 7 અધિકારીઓ-કર્મચારીઓને સસ્પેન્ડ (Officers-employees suspended) કરવામાં આવ્યા છે. તો એક કોન્ટ્રાક્ટ ક્લાર્ક (Contract Clerk)ની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. રાજ્યના સહકારિતા પ્રધાન ડૉ. અરવિંદ સિંહ ભદૌરિયા (Minister Of Cooperation Dr. Arvind Singh Bhadauria)એ કહ્યું છે કે, સહકારી બેંક (Co-operative bank)માં અનિયમિતતા, ઉચાપત, કૌભાંડ (Scam)માં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભ્રષ્ટાચારના મામલે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, ગ્વાલિયરની જિલ્લા સહકારી કેન્દ્રીય બેંક (District cooperative central bank gwalior)ની પિછોર શાખામાં બેંકના ભંડોળના ગેરઉપયોગમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી (Disciplinary proceedings) કરવામાં આવી છે.
4 ક્લાર્ક અને 2 બ્રાન્ચ મેનેજર દોષિત
કહેવામાં આવ્યું છે કે, ઑડિટ ટીમ (Audit Team)ની તપાસમાં સહકારી બેંક શાખા પિછોરમાં તત્કાલીન 4 ક્લાર્ક, 2 બ્રાન્ચ મેનેજર અને જિલ્લા સહકારી કેન્દ્રીય બેંક, ગ્વાલિયરના તત્કાલીન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દોષિત ઠર્યા હતા. તપાસમાં દોષિત ઠરતા કરાર આધારિત ક્લાર્ક જસવંત કુશવંશીની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. જિલ્લા સહકારી મધ્યસ્થ બેંક ગ્વાલિયરના તત્કાલીન મુખ્ય કાર્યકારી અધિકારી આર.બી.એસ. ઠાકુર સામે FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બ્રાન્ચ મેનેજર અરવિંદ સિંહ તોમર, પી.કે. શ્રીવાસ્તવ, ક્લાર્ક કુમારી શિખા ગુપ્તા, કુમારી લવલી નાડિયા, પ્રશાંત રામપુરિયા, રાઘવેન્દ્ર પાલ અને ભૃત્ય દેવેન્દ્ર શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.