ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત - ETVBharat

મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાંથી એક વ્યક્તિનું મોત ગ્વાલિયરમાં સારવાર દરમિયાન થયું હતું. ત્યારબાદ અન્ય લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું હતું. મોડી રાત સુધી પણ પોલીસ 7 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ નથી કરી શકી. પોલીસના જણાવ્યા મુજબ, તમામના મોત દારૂ પીવાના કારણે જ થઈ છે કે ઝેરી દારૂના કારણે થઈ છે. આ તપાસ પછી જ જાણી શકાશે. આ સમગ્ર મામલા પછી પોલીસ દારૂ વેચનારા લોકોને પકડવાની દિશામાં કામ કરી રહી છે, પરંતુ ગ્રામીણ પોલીસ પર દારૂ ન પકડવાનો આરોપ લગાવી રહી છે.

મધ્યપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોત
મધ્યપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોત

By

Published : Jan 12, 2021, 11:25 AM IST

  • મધ્યપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી સાત લોકોના મોત
  • એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતી વખતે રસ્તામાં મોત
  • ઝેરી દારૂ પીવાથી સોમવારે રાતે અચાનક લોકોની તબિયત લથડી
    મધ્યપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોત

મધ્યપ્રદેશઃ આ અંગે મળતી માહિતી અનુસાર, બગચિની વિસ્તારના છેરા માનપુર ગામમાં સોમવારે સવારે દારૂ પીવાથી જિતેન્દ્ર યાદવ નામના વ્યક્તિની તબિયત લથડી હતી એટલે તેને ગ્વાલિયરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સારવાર પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. સોમવારે જ રાતે જ ઝેરી દારૂ પીવાના કારણે છેરા માનપુર ગામના જ ધ્રુવ યાદવ, કેદાર જાટવ, દિલીપ શાક્ય, જિતેન્દ્ર જાટવ, ધર્મેન્દ્ર યાદવ, સરનામ યાદવ, રાજકુમાર યાદવ, દીપેશ અને કમલ કિશોર સહિત એક ડઝનથી વધુ લોકોની તબિયત લથડી હતી. આ તમામની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોત

પોલીસને જાણકારી હોવા છતા કાચા દારૂ બનાવતા લોકોને નથી પકડી રહી

આ તમામની હાલત ગંભીર હોવાથી તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં પહોંચ્યા પછી સારવાર દરમિયાન ધર્મેન્દ્ર, ધ્રુવ, કેદાર, જિતેન્દ્ર જાટવ, દિલીપ શાક્યના મોત થઈ ગયા હતા. જ્યારે સરનામ યાદવ અને રાજકુમાર યાદવની સ્થિતિ ગંભીર હોવાથી તેમને ગ્વાલિયરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગ્વાલિયર પહોંચ્યા પહેલા જ સરનામ યાદવનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું. જોકે, ગામના લોકોનું કહેવું છે કે, કેટલાક લોકો કાચા દારૂ બનાવવાનું કામ કરે છે અને ગામની સાથે સાથે લોકો આસપાસના વિસ્તારોમાં પણ દારૂ મોકલી રહ્યા છે, જેના કારણે આ ઘટના થઈ છે, પરંતુ પોલીસને જાણકારી હોવા છતા તેમને નથી પકડી રહી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

મધ્યપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોત

બીજા અન્ય ગામમાં પણ આવી જ ઘટના બની

સુમાવલી વિસ્તારના પહવલી ગામમાં પણ ઝેરી દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ અત્ાર સુધી બંટી ગુર્જન નામના વ્યક્તિના મોતની જ પુષ્ટિ થઈ છે. કારણ કે, લોકોનું કહેવું છે કે, છૈરા ગામમાંથી આ ઝેરી દારૂ આવી રહ્યો છે. જિલ્લા હોસ્પિટલના ડોક્ટર રાઘવેન્દ્ર યાદવે કહ્યું, મોતનો આંકડો હજી પણ વધી શકે છે. જ્યારે આ મામલામાં પોલીસનું કહેવું છે કે, કોણ કોણ આવા પ્રકારના દારૂનું વેચાણ કરી રહ્યા છે તે અંગે તપાસ કરી રહ્યા છીએ.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details