લદ્દાખ: લદ્દાખમાં 26 જવાનોથી ભરેલી બસ નદીમાં પડી (Ladakh army bus accident) છે. આ દુર્ઘટનામાં સેનાના 7 જવાનો શહિદ (7 Indian Army soldiers lost) થયા છે અને ઘણા જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવી લેવાયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ના જોઈએ મસ્જીદ, ના જોઈએ મંદિર, તારો પ્રેમ જ છે મારે ધર્મ, તારો પ્રેમ જ મારી તકદીર
આ દુર્ઘટના થોઇસથી લગભગ 25 કિમી દૂર થઈ હતી. જ્યાં સેનાની બસ લગભગ 50-60 ફૂટની ઉંડાઈએ શ્યોક નદીમાં પડી હતી. જેમાં સેનાના તમામ જવાનો ઘાયલ થયા હતા. તમામ જવાનોને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલ (Ladakh field hospital)માં ખસેડવામાં આવ્યા હતા અને સર્જિકલ ટીમોને લેહથી પરતાપુર મોકલવામાં આવી હતી. જો કે આમાંથી સાત જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:મેં ક્યારેય બુકરનું સપનું જોયું ન હતું: રેતીની સમાધિએ લેખિકાને અપાવ્યો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર
સેનાનું સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી:ગંભીર રીતે ઘાયલ જવાનોની મદદ માટે એરફોર્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેમને સારવાર માટે વેસ્ટર્ન કમાન્ડમાં મોકલી શકાય છે. સેનાની બસ કયા કારણોસર રોડ પરથી લપસીને નદીમાં પડી તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ સૈનિકોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ-સેક્ટર હનીફના ફોરવર્ડ લોકેશન તરફ જઈ રહી હતી, તે દરમિયાન આ અકસ્માત થયો હતો. લાઈવ ટીવી