ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Guwahati Accident: ગુવાહાટીમાં માર્ગ અકસ્માતમાં એન્જિનિયરિંગના 7 વિદ્યાર્થીઓના મોત, 3 ઈજાગ્રસ્ત

ગુવાહાટીના જલુકબારી વિસ્તારમાં રવિવારે રાત્રે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં એન્જિનિયરિંગના 7 વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્કોર્પિયોના ચાલક અને મદદનીશને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Guwahati Accident
Guwahati Accident

By

Published : May 29, 2023, 4:47 PM IST

ગુવાહાટી:આસામના ગુવાહાટીના જલુકબારી વિસ્તારમાં એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. 10 વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી સ્કોર્પિયોએ નિયંત્રણ ગુમાવતાં કાર ડિવાઈડર પરથી નજીકમાં પાર્ક કરેલી પીકઅપ વાન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એન્જિનિયરિંગના 7 વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સ્કોર્પિયોએ કાબૂ ગુમાવતાં અકસ્માત: સામે આવેલી માહિતી પ્રમાણે રવિવારે રાત્રે લગભગ 1.00 વાગ્યે આસામ એન્જિનિયરિંગ કોલેજના 10 વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી સ્કોર્પિયોએ નિયંત્રણ ગુમાવ્યું અને રોડ ડિવાઈડર સાથે અથડાઈ. આથી કાર ડિવાઈડર પરથી નજીકમાં પાર્ક કરેલી પીકઅપ વાનમાં અથડાઈ હતી. આ અકસ્માતમાં એન્જિનિયરિંગના 7 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

વિદ્યાર્થીઓના પરિવારજનોમાં શોકનો માહોલ:પોલીસના જણાવ્યા અનુસાર તેજગતિએ આવી રહેલી સ્કોર્પિયો ડિવાઈડર સાથે અથડાયા બાદ નજીકમાં પાર્ક કરેલી પીકઅપ વાન સાથે અથડાયું હતું. અકસ્માતને કારણે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. કારની હાલત જોઈને અનુમાન લગાવી શકાય છે કે કાર ખૂબ જ સ્પીડથી આગળ વધી રહી હતી. સાથે જ આ દર્શન બાદ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. રડતાં રડતાં સ્વજનોની હાલત ખરાબ છે.

મૃતક એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓના નામ: મૃતકોની ઓળખ ગુવાહાટીના અરિંદમ ભવાલ અને ન્યોર ડેકા, શિવસાગરના કૌશિક મોહન, નાગાંવના ઉપાંશુ સરમા, માજુલીના રાજ કિરણ ભુયા, ડિબ્રુગઢના ઈમાન બરુઆ અને મંગળદોઈના કૌશિક બરુઆ તરીકે કરવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ ત્રણ વિદ્યાર્થીઓને ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીકઅપ વાનના ડ્રાઈવર અને હેલ્પરને પણ દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ખતરાની બહાર હોવાનું જાણવા મળે છે.

  1. Surat Accident : કાર ચાલકે ટક્કર મારતા ફિલ્મી સ્ટાઈલમાં લારી અને યુવક ફંગોળાયા, જૂઓ CCTV
  2. Horrifying accident: રાજધાની દેહરાદૂનમાં થયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા

ABOUT THE AUTHOR

...view details