- ભારતમાં ક્ષય રોગ (ટીબી)ના 65 ટકા કેસ 15થી 45 વર્ષની વયના લોકોમાં
- કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટીબી અંગે આપી માહિતી
- માંડવિયાએ સાંસદોને કહ્યું, બીમારી અને તેની સારવાર અંગે નાગરિકોને અવગત કરાવવા માટે સક્રિયરૂપથી કામ કરો
નવી દિલ્હીઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટીબી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં ક્ષય રોગ (ટીબી)ના 65 ટકા કેસ 15થી 45 વર્ષની વયના લોકોમાં છે. માંડવિયાએ પણ સાંસદોને કહ્યું હતું કે, બીમારી અને તેની સારવાર અંગે નાગરિકોને અવગત કરાવવા માટે સક્રિયરૂપથી કામ કરો. ટીબીના 58 ટકા કેસ ગ્રામ્ય વિસ્તારમાં છે. ટીબીની નાબૂદી માટે સાંસદોને જાગૃત કરવા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં માંડવિયાએ તમામ સાંસદોને કહ્યું હતું કે, બીમારી અને તેની સારવાર અંગે નાગરિકોને અવગત કરાવવા માટે સક્રિયરૂપથી કામ કરો.
આ પણ વાંચો-ભારતમાં જોનસન એન્ડ જોનસનની કોરોના રસીને મંજૂરી, આરોગ્ય પ્રધાને આપી માહિતી
રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ
આરોગ્ય પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં ટીબીના 65 ટકા કેસ 15-45 વર્ષની વયના લોકોમાં છે, જે આર્થિક રીતે ખૂબ જ સર્વોચ્ચ ઉત્પાદક જનસંખ્યા સમૂહ છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ કરી હતી. તેમણે અહીં જણાવ્યું હતું કે, કેન્દ્રિય, રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તર પર સમન્વયથી આને જન આંદોલન બનાવવામાં સહયોગ મળશે અને વર્ષ 2025 સુધી ટીબી નાબૂદીના આપણા પ્રયાસમાં તેજી આવશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો-હવે WhatsApp પર સેકન્ડોમાં મેળવો કોવિડ રસીકરણ પ્રમાણપત્ર : આરોગ્ય પ્રધાન
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ટીબી વિરૂદ્ધ સામૂહિક કાર્યવાહીનું આહ્વાન કર્યું
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને અપીલ કરી હતી કે, પોતાના વિસ્તારમાં સરકારી કાર્યક્રમો તથા ટીબી નાબૂદીમાં સહયોગ માટે યોગ્ય યોજના બનાવો અને તેને અમલમાં મુકો. બિરલાએ ટીબી વિરૂદ્ધ સામૂહિક કાર્યવાહીનું આહ્વાન કર્યું હતું અને વિવિધતાથી પરિપૂર્ણ દેશમાં સંદેશને પ્રસારિત કરવામાં સંસદની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કર્યો હતો.