બિહાર : બિહારના પૂર્ણિયામાં બાળકની તિક્ષ્ણ હથિયાર વડે કૃર હત્યા કરવામાં આવી(6 year old child brutally murdered) છે. જિલ્લાના બધરા કોઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 વર્ષના બાળકની ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું છે. હત્યારાએ બાળકના પ્રાઈવેટ પાર્ટની સાથે શરીરના ઘણા ભાગો પણ કાપી નાખ્યા હતા. બાળક છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી લાપતા હતો. બાળકનું નામ ગૌરવ કુમાર હતું. થોડા વર્ષો પહેલા બાળકની માતાનું મૃત્યુ થયું હતું. બાળકના પિતા અન્ય રાજ્યમાં મજૂર કામ કરે છે.ઋ
આ પણ વાંચો - શેતાને યુવતીના ગળા પર બ્લેડ ફેરવી દીધી છતાં આ રીતે બચી ગઈ
પોલીસની બેદરકારી - ઘટના અંગે માહિતી આપતાં મૃતક બાળકના કાકા જ્ઞાન વર્ધને જણાવ્યું કે, તેમનો ભત્રીજો ગૌરવ છેલ્લા 3 દિવસથી ગુમ હતો. ઘણી શોધખોળ બાદ પણ કંઈ ખબર મળી ન હતી. પરિવારના સભ્યો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે કેસ નોંધાવવા ગયા હતા. પોલીસે આ કેસ પોલીસ સ્ટેશનમાં નોંધ્યો ન હતો અને 24 કલાક પછી કેસ નોંધવામાં આવશે તેમ કહી પરત આપી દીધો હતો.
બાળક ત્રણ દિવસથી ગુમ હતો - મૃતકના કાકાએ જણાવ્યું કે, પરિવારજનોએ આજૂ-બાજુના વિસ્તારમાં માઈક થકી એનાઉન્સ કરીને ગૌરવના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન એક બાળક ઘરની પાછળ આવેલા મકાનમાં રમવા ગયો તે દરમિયાન બાળકને અંદર મૃતદેહ જોવા મળ્યો હતો. આ જોઇને બાળક ચીસો પાડવા લાગ્યો હતો. બાળકનો અવાજ સાંભળીને નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને જ્યારે તેઓ ઘરની અંદર ગયા તો ગૌરવનો મૃતદેહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો -ઈન્સ્ટા. પર મળેલા ફ્રેન્ડને મળવા ગયેલી સગીરાને શોધવામાં પોલીસને પરસેવો વળ્યો, પછી...
બાળકના પ્રાઇવેટ પાર્ટ કાપ્યા - ગૌરવનું ગળું તિક્ષ્ણ હથિયારથી કાપવામાં આવ્યું હતું. શરીરના અનેક જગ્યાએ ઈજાના નિશાન મળી આવ્યા છે. સાથે જ પ્રાઈવેટ પાર્ટી પર પણ કાપ મુકવામાં આવ્યો છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ગૌરવ તેના દાદા અને કાકા સાથે રહેતો હતો. આ કેસની તપાસ અંગે પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.