- ભોગનપુર વિસ્તારના મઉ મુગલપુર રોડની ઘટના
- ટ્રોલા પલટી જવાથી 6 મજૂરોના ઘટનાસ્થળે મોત
- ઈજાગ્રસ્ત 8 મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
કાનપુર દેહાતમાં રોડ અકસ્માતમાં 6 મજૂરના ઘટનાસ્થળે મોત - ભોગનીપુર
ઉત્તરપ્રદેશના કાનપુર દેહાતમાં એક રોડ અકસ્માતમાં 6 મજૂરોનું મૃત્યુ થયું છે. ભોગનીપુર વિસ્તારના મઉ મુગલપુર રોડ પર આવેલો ટ્રોલા પલટી જવાથી તમામ મજૂરોના મૃત્યુ થયા છે.
કાનપુર દેહાતમાં રોડ અકસ્માતમાં 6 મજૂરના ઘટનાસ્થળે મોત
ઉત્તરપ્રદેશઃ આ અંગે મળતી માહિતી અનુસાર, કાનપુર દેહાતમાં રોડ અકસ્માતમાં 6 મજૂરોનું મૃત્યુ થયું છે. ભોગનીપુર વિસ્તારના મઉ મુગલપુર રોડ પર ટ્રોલા પલટી જવાથી આ તમામ મજૂરોનું મૃત્યુ થયું છે. આ અકસ્માત ઓવરલોડિંગના કારણે થયો હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ મજૂરો મજૂરી માટે ઈટાવા જઈ રહ્યા હતા. મૃતક મજૂરોમાંથી મોટા ભાગના મજૂર હમીરપુરના રહેવાસી હતી. આ અકસ્માતમાં 8 મજૂર ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.