આઝમગઢ :ઉત્તરપ્રદેશના બરદાહ પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવાનપુર નહેર પાસે આઝમગઢ બાજુથી જૌનપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર પુલ સાથે અથડાઈને પલટી મારી (6 killed in road accident) ગઈ હતી. આ અકસ્માતમાં એક બાઇક સવારનું પણ મોત થયું (car collided bridge) હતું. તે જ સમયે, કારમાં સવાર એક મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઈજગ્રસ્ત મહિલાને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં 2 મહિલા, 2 પુરૂષ અને ડ્રાઈવર સહિત 7 લોકો સવાર હતા. જેમાં એક દોઢ વર્ષનો બાળક પણ હતો. બતાવવામાં આવી રહ્યું છે કે, મહિલાની હાલત નાજુક છે.
પુલ સાથે અથડાતાં કારે મારી પલટી, 6નાં મોત - હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ઉત્તરપ્રદેશમાં એક કાર અકસ્માતની સામે આવી છે. કાર પુલ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી, આથી દોઢ વર્ષની માસૂમ દિકરી સહિત 6 લોકોના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત, અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. car collided bridge, road accident Azamgarh, 6 killed in road accident
આ પણ વાંચો :નોઈડાનો ટ્વીન ટાવર આંખના પલકારામાં જ થયો ધરાશાયી, બ્લાસ્ટ બાદ ધુમાડાના ગોટેગોટા
મહિલાનું મોત :અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બાઇક સવારની ઓળખ સુશીલ સરોજ રહેવાસી જગદીશપુર પોલીસ સ્ટેશન બરદાહ તરીકે થઈ છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ કિસ્સામાં, જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરનું કહેવું છે કે, થેકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી બે લોકોને રિફર કરીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે એકની હાલત ગંભીર છે. 6 killed in road accident