અમરોહા:ઉત્તર પ્રદેશના અમરોહામાં 55 થી વધુ ગાયો મૃત્યુ (More than 55 cows died in Uttar Pradesh) પામી છે. જ્યારે જિલ્લાની ગૌશાળામાં ઝેરી ચારો ખાવાથી 50 થી વધુ પ્રાણીઓની સ્થિતિ ગંભીર (More than 50 animals are in critical condition) હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતે આ ઘટનાની નોંધ લીધી હતી. તેમણે અધિક મુખ્ય સચિવ પશુધન, નિયામક પશુધન અને મુરાદાબાદના વિભાગીય કમિશનરને આ ઘટનાની તપાસ કરવા અને રિપોર્ટ સોંપવા જણાવ્યું છે.
આ પણ વાંચો:અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના બે વર્ષ થયા પૂર્ણ
મુખ્યપ્રધાને બીમાર ગાયોના યોગ્ય વ્યવસ્થાપન માટે નિર્દેશ આપ્યા : આ સાથે પશુધન પ્રધાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કરે તેવી અપેક્ષા છે. મુખ્યપ્રધાને બીમાર ગાયોના યોગ્ય વ્યવસ્થાપન માટે પણ નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, આ ઘટનાના દોષિતોને બક્ષવામાં આવશે નહીં. ડીએમ બીકે ત્રિપાઠીએ 55 ગાયોના મોતની પુષ્ટિ કરી છે. ડીએમ બીકે ત્રિપાઠીએ ઘટનાસ્થળનો તાગ મેળવ્યો હતો. આ પછી, જેની પાસેથી ઘાસચારો ખરીદાયો હતો તેની સામે કેસ નોંધીને તેની તાત્કાલિક ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ સાથે જ ગ્રામ વિકાસ અધિકારી મોહમ્મદ અનસને ફરજમાં પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીના બીમાર પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ભાજપના ધારાસભ્યએ સ્પીકરના પગ પકડીને સસ્પેન્શન પાછું ખેંચવા કરી વિનંતી
દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે :જિલ્લા મેજિસ્ટ્રેટે પશુ ચિકિત્સકોને ગાયોને સારી સારવાર આપવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે, બાકીની ગાયોની સારવાર ચાલી રહી છે. ષડયંત્રકારી ઘાસચારામાં ઝેરી પદાર્થ ભેળવ્યો હોવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. જે વ્યક્તિ પાસેથી ઘાસચારો ખરીદાયો હતો તેની ધરપકડ કરવા માટે પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ કેસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.