- નિધિ સમર્પણ અભિયાનમાં મળ્યા 5460 કરોડ રૂપિયા
- તો 22 કરોડના ચેક થયાં બાઉન્સ
- એકલા અયોધ્યા જિલ્લામાં જ બે હજારથી વધુ ચેક બાઉન્સ
અયોધ્યા: રામ મંદિર નિર્માણને લઈને મકર સંક્રાતિને લઈને 27 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી નિધિ સમર્પણ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 5460 કરોડ રૂપિયા એકત્રિત થઈ ચૂક્યા છે. તો બીજી તરફ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓડિટ રિપોર્ટ અનુસાર, દેશમાં 44 દિવસથી ચાલતા નિધિ સમર્પણ અભિયાનમાં 12.73 કરોડ પરિવાર તરફથી પ્રાપ્ત થયેલા લગભગ 15 હજાર ચેક તકનીકી ગેરરીતિઓને કારણે બાઉન્સ થયાં હતા અથવા તો નકારી કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અયોધ્યામાં રામ મંદિર નિર્માણના વિકાસ અંગે RSS અને VHPની બેઠક
એકલા અયોધ્યા જિલ્લામાં જ બે હજારથી વધુ ચેક બાઉન્સ
આ અભિયાનમાં પ્રાપ્ત થયેલા 15 હજારથી વધુ ચેકને પરત કરવામાં આવ્યા છે. આનું કારણ એ છે કે, તકનીકી ક્ષતિઓને લીધે આ ચેક બાઉન્સ થયા છે. તેમાંથી એકલા અયોધ્યા જિલ્લામાં જ બે હજારથી વધુ ચેક બાઉન્સ થયા છે. આ ચેકના બાઉન્સને થવાંને કારણે લગભગ 22 કરોડ રૂપિયા જેટલી રકમ અટકી ગઈ છે.
15 હજાર ચેક તકનીકી ગેરરીતિઓને કારણે થયાં બાઉન્સ
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓડિટ રિપોર્ટ અનુસાર, દેશમાં 44 દિવસથી ચાલતા નિધિ સમર્પણ અભિયાનમાં 12.73 કરોડ પરિવાર તરફથી પ્રાપ્ત થયેલા લગભગ 15 હજાર ચેક તકનીકી ગેરરીતિઓને કારણે બાઉન્સ થયાં હતા અથવા તો નકારી કાઢવામાં આવ્યા હતા. બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક અને સ્ટેટ બેન્કના કર્મચારીઓ સંપર્ક કરી રહ્યા છે, જેમના ચેક બાઉન્સ થયા છે.
આ પણ વાંચો: નડીયાદના સંતરામ મંદિર દ્વારા રામ મંદિર માટે 52 લાખ રુપિયાનું દાન
ખોટી રકમ તેમજ ખોટા ચેક નંબરને કારણે રિજેક્ટ થયાં ચેક
એવું કહેવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીમાં માત્ર 20 ટકા ચેકની તકનીકી ખામીને સુધારી શકાઈ છે. બેન્ક કર્મચારીઓના જણાવ્યા મુજબ, ખોટી રકમ અને ખોટા ચેક નંબરને કારણે મોટાભાગના ચેકને રિજેક્ટ કારવામાં આવ્યા છે. તો બીજા ચેક જમાકર્તાના ખાતામાં પૈસાના અભાવને કારણે બાઉન્સ થયા છે.
નડીયાદના સંતરામ મંદિરના મહંતે ચેક કર્યો અર્પણ
ખેડા જિલ્લાના નડીયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર દ્વારા અયોધ્યામાં બની રહેલા રામ મંદિર નિર્માણ માટે રુપિયા 52 લાખ નિધિ અર્પણ કરવામાં આવી હતી. રામ મંદિર નિર્માણ માટે સંતરામ મંદિર દ્વારા આ નિધિ અર્પણ કરવામાં આવી હતી. મંદિરના મહંત દ્વારા રુપિયા 52 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.