ગુજરાત

gujarat

By

Published : Nov 11, 2021, 12:10 PM IST

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોનું 51મુ સંમેલન શરૂ

દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં (Rashtrapati Bhavan) આજે રાજ્યપાલો (Governers) અને ઉપરાજ્યપાલોનું (Lieutenant governor) 51મુ સંમેલન યોજાઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની (President Ramnath Kovind) અધ્યક્ષતામાં આ ચોથું સંમેલન છે. આ સંમેલનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) કહ્યું હતું કે, કોરોના યોદ્ધાઓએ (Corona Warriors) ત્યાગ અને નિષ્ઠાથી પોતાના કર્તવ્યનું પાલન કર્યું હતું.

રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોનું 51મુ સંમેલન શરૂ
રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોનું 51મુ સંમેલન શરૂ

  • રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલો (Governers) અને ઉપરાજ્યપાલોનું (Lieutenant governor) 51મુ સંમેલન શરૂ
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની (President Ramnath Kovind) અધ્યક્ષતામાં આ ચોથું સંમેલન છે
  • કોરોના યોદ્ધાઓએ (Corona Warriors) ત્યાગ અને નિષ્ઠાથી પોતાના કર્તવ્યનું પાલન કર્યું હતુંઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) આજે રાષ્ટ્રપતિ ભવનમાં (Rashtrapati Bhavan) રાજ્યપાલો (Governers) અને ઉપરાજ્યપાલોને (Lieutenant governor) 51મા સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) સહિત અનેક મહાનુભાવ પણ ઉપસ્થિત રહ્યા છે.

આ પણ વાંચો-અફઘાનિસ્તાન પર દિલ્હીનો પ્રાદેશિક સુરક્ષા વાર્તાલાપ આકાંક્ષા કરતાં વધુ સારોઃ સંભાવના

રાષ્ટ્રપતિએ કોરોના યોદ્ધાઓના કર્યા વખાણ

કાર્યક્રમને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, કોરોના મહામારીનો (Corona epidemic) સામનો કરવામાં વિશ્વનું સૌથી વ્યાપક અને પ્રભાવી અભિયાન ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં ચલાવવામાં આવ્યું છે. આપણા તમામ કોરોના યોદ્ધાઓએ (Corona Warriors) અસાધારણ ત્યાગ અને નિષ્ઠાની સાથે પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે.

આ પણ વાંચો-નેપાળ આર્મી ચીફને ભારતીય સેનાના માનદ જનરલ રેન્કથી નવાજવામાં આવ્યા

ઉપરાષ્ટ્રપતિ પણ રહ્યા ઉપસ્થિત

આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની (President Ramnath Kovind) અધ્યક્ષતામાં આ ચોથું સંમેલન છે. આ પહેલા રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો સિવાય, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ (Vice President M. Venkaiah Naidu), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details