- અતિશય ગરમી અને પાણી ન મળવાને કારણે 5 વર્ષીય બાળકીનું મોત
- ગામ લોકોએ જાણ કરતા સૂરજવાડાના સરપંચ અને રાનીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા
- ભાજપે રાજસ્થાન સરકાર પર સાધ્યું નિશાન
રાજસ્થાન : જાલોસ જિલ્લાના રાનીવાડા તાલુકામાં આવેલા રોડ ગામમાં અતિશય ગરમી અને પાણી ન મળવાને કારણે 5 વર્ષીય બાળકીનું મોત થયું છે. આ બાળકી સાથે એક વૃદ્ધ મહિલા પણ બેભાન અવસ્થામાં મળી આવી છે. ગામ લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા સૂરજવાડાના સરપંચ કૃષ્ણ રાજપુરોહિત અને રાનીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, રાનીવાડા પોલીસ દ્વારા ખાનગી વાહનમાં મુર્છિત વૃદ્ધાને નજીરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ આ વૃદ્ધા સારવાર હેઠળ છે.
રાનીવાડા પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલાનું નામ સુકી દેવી ભીલ છે
એક વૃદ્ધ મહિલા અને તેની સાથે 5 વર્ષીય બાળકી રાયપુર ગામથી રેતાળ પ્રદેશથી થઇને રોડા ગામ તરફ આવતી હતી. અતિશય ગરમી અને પાણી ન મળવાને કારણે બાળકીનું મોત થયું હતું. આ બાળકી સાથે રહેલી વૃદ્ધા પણ બેહોશ થઇ ગઇ હતી. રાનીવાડા પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલાનું નામ સુકી દેવી ભીલ છે.
રાનીવાડા પોલીસ અને સરપંચે બચાવ્યો મહિલાનો જીવ