હૈદરાબાદ: દિવાળીના આગમન આડે ગણ્યા-ગાંઠ્યા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અહીં એવાં પાંચ આભૂષણોની યાદી આપવામાં આવી છે, જે અવનવા ટ્રેન્ડ્ઝના વહેણમાં પણ હંમેશાં સુસંગત જણાય છે.
પર્લ નેકલેસ
ક્લાસિક જ્વેલરીની વાત કરીએ, ત્યારે મોતીના હાર (પર્લ નેકલેસ)નો ઉલ્લેખ અનિવાર્યપણે થાય જ. શ્વેત મોતી અત્યંત સામાન્ય છે, ત્યારે કાળા અને લીલા સહિતના જુદા-જુદા રંગનાં મોતીઓ પણ આકર્ષક લાગે છે. મોતીનો હાર મોટાભાગે કોઇપણ પ્રસંગે પહેરવામાં આવતા મોટાભાગના ભારતીય અને ઇન્ડો-વેસ્ટર્ન પોષાક પર ધારણ કરી શકાય છે. વળી, આકર્ષક મોતીનો હાર કોઇપણ મહિલાને અચૂકપણે પસંદ હોય છે.
હીરાજડિત ઇયરિંગ્ઝ
કોઇપણ વયની સ્ત્રીને તેમના દેખાવમાં ચાર ચાંદ લગાવી દે, તેવું આભૂષણ ધારણ કરવાનું ગમે છે. ડાયમન્ડ જડેલાં ઇયરિંગ્ઝ એ લાવણ્યનું પ્રતીક છે. આ ઇયરિંગ્ઝને કોઇપણ પોષાક પર ધારણ કરવામાં આવે, તે સાથે જ તે ક્લાસિક લૂક આપે છે. મહિલાઓના જ્વેલરી બોક્સમાં હીરાજડિત ઇયરિંગ્ઝ હોવાં અનિવાર્ય છે.
ઘણી વખત મનમોહક વીંટીને શોસ્ટોપર જ્વેલરી તરીકે ઓળખવામાં આવે છે. સાદી વીંટી હોય કે કિંમતી રત્ન જડેલી વીંટી, તે અન્ય કોઇપણ આભૂષણ પહેર્યા વિના તમારા સમગ્ર દેખાવને ઊભાર આપવા માટે પૂરતી હોય છે. તમે પ્રસંગ તથા પોષાક અનુસાર ભભકાદાર અથવા તો ઓછી ભભકાદાર વીંટી પહેરી શકો છો, પણ આકર્ષક વીંટીનો પ્રભાવ કદીયે ઝાંખો નથી પડતો
બંગડી
સોનાની બંગડી અથવા તો પાતળી ગોલ્ડ પ્લેટેડ બંગડીઓ પહેરવામાં અત્યંત સરળ હોવા છતાં ભવ્ય ઊઠાવ આપે છે. મોટાભાગે ભારતીય અથવા તો ઇન્ડો-વેસ્ટર્ન વસ્ત્રોમાં પહેરવામાં આવતી હોવા છતાં, આધુનિક ડિઝાઇન ધરાવતી બંગડી વેસ્ટર્ન વેરમાં પણ આકર્ષક લાગી શકે છે. વંશપરંપરાગત સોનાની બંગડી એ ભારતનાં કદાચ સમયથી પર ભારતીય આભૂષણોમાં સ્થાન પામે છે અને ભારતીય સ્ત્રીઓ હોંશે-હોંશે તે પહેરે છે.
એન્ટિક નેકલેસ
જડતરનો સુંદર ડિઝાઇન ધરાવતો નેકલેસ ભારતીય મહિલાઓ લગ્નપ્રસંગે કે તહેવારોમાં પહેરવાનું પસંદ કરે છે. તેમની ડિઝાઇનમાં પ્રકૃતિ અને દેવી-દેવતાઓને આવરી લેવાયાં હોય છે, જે જાજરમાન સાડી અથવા ચણિયા-ચોળી સાથે પહેરવાથી અનેરો લૂક આપે છે. યુવાન અને મધ્યમ વયની મહિલાઓ ભારે નેકલેસ પહેરવાનું પસંદ કરે છે, જ્યારે પાકટ વયની મહિલાઓ હળવા નેકલેસ પહેરવાને પ્રાથમિતા આપે છે.