ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાસિકમાં કોરોનાથી એક જ પરિવારના 5 સભ્યોનું મોત - maharashtra corona update

મહારાષ્ટ્રના નાસિકમાં કોરોનાથી એક અઠવાડિયામાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યા છે. હવે આ કુટુંબમાં એક સ્ત્રી, તેણીનો પુત્ર અને એક દિવ્યાંગ વ્યક્તિ જ બાકી રહ્યા છે.

નાસિકમાં કોરોનાથી એક જ પરિવારના 5 સભ્યોનું મોત
નાસિકમાં કોરોનાથી એક જ પરિવારના 5 સભ્યોનું મોત

By

Published : Apr 16, 2021, 1:06 PM IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે અતિ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ
  • નાસિકમાં 7 સભ્યોના પરિવારમાંથી 5 સભ્યોના મોત
  • મુંબઈથી માતાને મળવા આવેલી બે પુત્રીઓએ પણ જીવ ગુમાવ્યો

મુંબઈ: મહારાષ્ટ્રના નાસિકમાં કોરોનાથી એક અઠવાડિયામાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનું વાતાવરણ છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારમાં એક મહિલા છેલ્લા થોડાક દિવસોથી બીમાર હતી. જેના હાલચાલ પૂછવા માટે તેણીની બે પુત્રીઓ મુંબઈથી આવી હતી.

આ પણ વાંચો:મુકેશ અંબાણી મહારાષ્ટ્રમાં 100 ટન ઓક્સિજન વિનામૂલ્યે આપશે

એક પછી એક પરિવારના 5 સભ્યોને ભરખી ગયો કોરોના

બિમાર માતાને મળવા માટે મુંબઈથી આવેલી બે પુત્રીઓ નાસિક આવ્યાના બીજા જ દિવસે બિમાર પડી ગઈ હતી. જ્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ એક અઠવાડિયાના સમયમાં જ એક પછી એક પરિવારના 5 સભ્યો સંક્રમિત થયા હતા. જેના કારણે તેમના મોત નિપજ્યા હતા. હવે આ કુટુંબમાં એક સ્ત્રી, તેણીનો પુત્ર અને એક દિવ્યાંગ વ્યક્તિ જ બાકી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details