બેલ્લારી (કર્ણાટક): કોંગ્રેસે રવિવારે કહ્યું કે વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા દરમિયાન(Electric Short circuit in bharat jodo yatra) મોકા નજીક એક થાંભલા પર ધ્વજ બાંધતી વખતે પાંચ લોકો વીજ શોકથી ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાંચ લોકો ઈજાગ્રસ્ત:આ ઘટના ત્યારે બની જ્યારે કોંગ્રેસનો ઝંડો લઈને આવેલા એક વ્યક્તિએ હાથમાં લોખંડનો સળિયો પકડ્યો હતો ત્યારે આ દુર્ઘટના થઈ હતી, આ દરમિયાન તેનો સળિયો પાવર લાઇનને સ્પર્શી ગયો હતો. વીજ શોક લાગવાથી મોકા ગ્રામ પંચાયત પ્રમુખ રમન્ના સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ધારાસભ્ય નાગેન્દ્રએ ઈજાગ્રસ્તને તાત્કાલિક મોકા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. રાહુલ ગાંધી અને કોંગ્રેસના કર્ણાટકના પ્રભારી મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા ઈજાગ્રસ્તની ખબર-અંતર પૂછવા હોસ્પિટલ ગયા હતા. ઈજાગ્રસ્તની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને પક્ષે પાંચેયને એક-એક લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
વધારે ઈજા થઈ નથી: રાહુલ ગાંધીએ એક ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, “આજે મુલાકાત દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. અમારા કેટલાક મિત્રોને થાંભલા પર ધ્વજ બાંધતી વખતેવીજ શોક લાગ્યો હતો. તેને સિવિલ હોસ્પિટલ, નવા મોકા, બેલ્લારી ખાતે સારવાર આપવામાં આવી રહી છે. મને એ જોઈને આનંદ થાય છે કે તેમને વધારે ઈજા થઈ નથી અને તેનું મનોબળ ઊંચુ છે." તેમણે એ નોંધ લીધી હતી કે ઈજાગ્રસ્તને તાત્કાલિક મદદ કરવામાં આવે, તેમની સંભાળ રાખવામાં આવે અને તેમની સલામતી અને આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવે. તેમણે આગળ કહ્યું હતું કે, 'હું આ તકનો લાભ લઈને યાત્રામાં સામેલ તમામ લોકોને સલામતીની સાવચેતી રાખવા અને સંપૂર્ણ કાળજી લેવાનું કહેવા માંગુ છું.'
એક-એક લાખની આર્થિક મદદ:કર્ણાટકમાં ભારત જોડી યાત્રાનો 17મો દિવસ રવિવારે સવારે સાંગનાકલ્લુથી શરૂ થયો હતો અને બેનિકલ્લુ ખાતે સમાપ્ત થશે. અગાઉ, સુરજેવાલાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, "આજે, યાત્રામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, જ્યારે બેલ્લારીના મોકા નગર પાસે પાંચ લોકોને હળવો ઇલેક્ટ્રિક આંચકો લાગ્યો હતો. રાહુલ ગાંધીએ મને અને ધારાસભ્ય નાગેન્દ્રને સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા ડેપ્યુટ કર્યા હતા. ભગવાનની કૃપાથી બધું બરાબર છે. કોંગ્રેસ ચારેયને એક-એક લાખની આર્થિક મદદ કરશે."