ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાસગંજમાં ગંગા સ્નાન વખતે 5 લોકો ડૂબ્યા, 3 મૃતદેહો મળ્યા, 2 હજી પણ ગુમ - રાષ્ટ્રીય સમાચાર

ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં હ્રદય કંપાવી દેનારી ઘટના બની છે. ગંગા ઘાટ પર સ્નાન કરવા આવેલા 5 શ્રદ્ધાળુઓ સ્નાન કરતા સમયે ડૂબી ગયા હતા, જેમાંથી 3 શ્રદ્ધાળુઓને પોલીસે શોધી કાઢ્યા છે. જ્યારે બે શ્રદ્ધાળુઓ મામા-ભત્રીજા હજી પણ ગુમ છે.

કાસગંજમાં ગંગા સ્નાન વખતે 5 લોકો ડૂબ્યા, 2 હજી પણ ગુમ
કાસગંજમાં ગંગા સ્નાન વખતે 5 લોકો ડૂબ્યા, 2 હજી પણ ગુમ

By

Published : Feb 27, 2021, 2:54 PM IST

  • ગંગા સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓ ડૂબ્યા
  • પોલીસ હજી પણ ગુમ થયેલા લોકોની શોધમાં
  • યુપીના મુખ્યપ્રધાને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

કાસગંજઃ આ અંગે મળતી માહિતી અનુસાર, કાસગંજના સિકન્દરપુર વૈશ્ય વિસ્તારમાં આવેલા કાદરગંજ ગંગા ઘાટ પર મહા પૂર્ણિમા નિમિત્તે ગંગા સ્નાન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. અહીં ગંગા સ્નાન કરતા વખતે 5 લોકો ડૂબી ગયા હતા. જોકે, પોલીસે 3 શ્રદ્ધાળુઓને શોધી કાઢ્યા છે. જ્યારે અન્ય બે શ્રદ્ધાળુ કે જે મામા-ભત્રીજા હતા તેઓ હજી પણ ગુમ છે.

મુખ્યપ્રધાને ઘટનાસ્થળે તપાસ કરવાના આદેશ આપ્યા

ડૂબી ગયેલા શ્રદ્ધાળુની બહેન હેમાએ જણાવ્યું કે, જે 2 લોકો ડૂબ્યા છે. તેમાંથી એક મારો ભાઈ છે અને એક બહેનનો દીકરો છે. બહેનનો દીકરો દિલ્હીમાં રહે છે અને ભાઈ સિકંદરપુર વૈશ્ય વિસ્તારમાં રહે છે. જોકે, પોલીસને હજી સુધી ગુમ થયેલા બાળકો અંગે કોઈ માહિતી મળી નથી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ મુખ્યપ્રધાને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી તપાસ કરવાના આદેશ આપ્યા છે.

ABOUT THE AUTHOR

...view details