રુદ્રપ્રયાગ સમાચાર: ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે પર વ્યુગાગઢ તરસાલી પાસે ભૂસ્ખલનને કારણે 100 મીટરથી વધુ રોડ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. જેની ઝપેટમાં એક કાર પણ આવી, આ કારમાં પાંચ લોકો હોવાની વિગતો મળી રહી છે. જેમાં ગુજરાતના અમદાવાદના 4 સહિત 5 લોકોના નિધન થયુ હોવાનું સામે આવ્યું છે.
મૃતક અમદાવાદનો રહેવાસી: મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર એક ગુજરાતીની ઓળખ નીકળી છે જેમાં એક અમદાવાદના મણિનગરના રહેવાસી જીગર મોદી સહીત 3 ગુજરાતીઓના કેદારનાથમાં ભૂસ્ખલનમાં મોત થયા છે. હરિદ્વારથી કેદારનાથ કાર લઇને જતા હતા ત્યારે કાર પર ભૂસ્ખલન થતાં પહાડ તૂટી પડ્યો હતો
"જેસીબીના માધ્યમથી કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો. કાટમાળમાં એક વાહન દટાયેલું જોવા મળ્યું હતું જેમાં 5 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તે તમામ મૃત્યુ પામ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે"--નંદન સિંહ રાજવાર ( જિલ્લા વહીવટી તંત્ર)
રોકાવાની અપીલ કરી છે.પ્રશાસનને આપેલી માહિતી અનુસાર અનુસાર રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ રોડને પૂરો કરવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. ત્યા સુધી બીજા યાત્રિકોને રોકી દેવામાં આવ્યા છે. હાલ તો તમામ રસ્તાઓ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હોવાને કારણે અવરજવર સંપૂર્ણપણે બંધ છે. બે દિવસ પહેલા ખુમેરા પાસે રસ્તો સદંતર બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ તેને ગઈ કાલે 4 કલાકે ખુલ્લો કરવામાં આવ્યો છે. પરંતુ ફરી એકવાર તરસાલી પાસે ડુંગર ધરાશાયી થતા રસ્તો બ્લોક થઈ ગયો છે.
ભૂસ્ખલનમાં 5 લોકો જીવતા દટાયા:જિલ્લા પ્રશાસન, પોલીસ અને NDRFની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તંત્રએ કામગીરી કરી રહ્યું તે દરમિયાન જ મુસાફરી કરી રહેલા પાંચ લોકોના મોત થઈ ગયા હતા. ડિઝાસ્ટર ટીમે કાટમાળ નીચે દટાયેલી કારને બહાર કાઢી છે. તંત્રને પણ કામ કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
- Uttarakhand News : વિડીયો બનાવતો યુવાન ડૂબ્યો, ઉત્તરાખંડમાં માલણ નદી પરનો પુલ વચ્ચેથી તૂટ્યો
- Uttarakhand News: ઉત્તરાખંડના ત્રણ મોટા મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ
- ઉતરાખંડ: BRO માના પાસ સુધી 30 ફૂટ ઉંચા બરફને દૂર કરવામાં વ્યસ્ત