- ઝારખંડ ગુમલા જિલ્લાના કામડારા વિસ્તારની ઘટના
- બુરુહાતુ ગામમાં પરિવારના 5 લોકોની નિર્મમ હત્યા
- હત્યા પાછળનું કારણ જણાવતા સ્થાનિકો ખચકાયાં
ઝારખંડઃ ગુમલા જિલ્લાના કામડારા વિસ્તારમાં આવેલા બુરુહાતુ ગામમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા થઈ છે. આ ઘટનાના કારણે ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, ઘટના પાછળ અંદરનો ઝઘડો જ જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, તપાસ પછી જ ખબર પડશે કે સમગ્ર મામલો શું છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો પણ આ લોકોની હત્યા પાછળનું કારણ જણાવતા ખચકાઈ રહ્યા છે.