ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કિશનગંજમાં આગના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત - આગ અકસ્માત

બિહાર રાજ્યના કિશનગંજ જિલ્લામાં એક આગની ઘટના સામે આવી હતી, જેમાં એક જ પરિવારના 5 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના કિશનગંજ વિસ્તારમાં આવેલી સલામ કોલોનીની છે. મૃતકોમાં એક વ્યક્તિ સહિત 4 નાના બાળકોનો સમાવેશ થાય છે. જોકે, આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.

કિશનગંજમાં આગના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત
કિશનગંજમાં આગના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત

By

Published : Mar 15, 2021, 10:45 AM IST

Updated : Mar 15, 2021, 12:06 PM IST

  • કિશનગંજ જિલ્લામાં એક ઘરમાં અચાનક આગ લાગી
  • ઘટનામાં એક જ પરિવારના 5 લોકોએ જીવ ગુમાવ્યા
  • આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ

આ પણ વાંચોઃદિલ્હીથી દહેરાદૂન જતી શતાબ્દિ એક્સપ્રેસમાં લાગી આગ

કિશનગંજઃ જિલ્લામાં આગ લાગવાની એક ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે. આ અંગે મળતી માહિતી અનુસાર, નૂર આલામ અને તેમનો પરિવાર ઘરમાં હતો. તે દરમિયાન અચાનક જ આગ લાગી હતી, જેના કારણે આસપાસના 4 ઘરોમાં પણ આગ ફેલાઈ હતી. આ સાથે જ ઘણી સંપત્તિને આગના કારણે નુકસાન થયું છે.

આ પણ વાંચોઃવાપી GIDCમાં કેમિકલ કંપનીમાં લાગી આગ

પીડિત પરિવારને 4 લાખનું વળતર અપાશે

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું પણ જણાયું હતું. ઘટનાસ્થળે પહોંચેલા એસડીઓ શાહનવાઝ અખ્તર નિયાઝીએ કહ્યું હતું કે, પીડિત પરિવારને સહાય પણ આપવામાં આવી રહી છે. આ સાથે જ તમામને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

Last Updated : Mar 15, 2021, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details