ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એકજ પરિવારના પાંચ લોકોએ કર્યો સામુહિક આપધાત, આપધાતનું કારણ અકબંઘ - ईटीवी बिहार

બિહારના સમસ્તીપુરમાં એક જ પરિવારના 5 સભ્યોએ ફાંસી લગાવીને કર્યો આપધાત. આપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

એકજ પરિવારના પાંચ લોકોએ કર્યો સામુહિક આપધાત
એકજ પરિવારના પાંચ લોકોએ કર્યો સામુહિક આપધાત

By

Published : Jun 5, 2022, 6:38 PM IST

સમસ્તીપુરઃબિહારના સમસ્તીપુરમાં 5 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. આ તમામ લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મામલો વિદ્યાપતિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મઢ ગામનો છે. મનોજ ઝા અને તેના પરિવારના તમામ સભ્યોએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.

એક જ પરિવારના 5 સભ્યોને ફાંસીઃમૃતકોમાં પતિ, પત્ની, માતા અને બે બાળકોનો સમાવેશ થાય છે. મનોજ ઝા (42), તેની પત્ની સુંદર મણિ દેવી (38), માતા સીતા દેવી (65), પુત્રો સત્યમ (10) અને શિવમ (7)એ સામૂહિક આત્મહત્યા કરી હતી છે. હાલ ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ પડોશીઓએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. DCP દિનેશ કુમાર પાંડેની આગેવાની હેઠળ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી છે.

DCPએ શું કહ્યું?: આ અંગે કોઈ ખુલીને બોલવા તૈયાર નથી. DCP દિનેશ કુમાર પાંડેએ કહ્યું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાઈ રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચી સ્થિતિ જાણી શકાશે.

ABOUT THE AUTHOR

...view details