પૂર્ણિયાઃ બિહારની પૂર્ણિયા પોલીસને સોનાની હેરાફેરી મુદ્દે મહત્વની સફળતા હાથ લાગી છે. અગાઉથી મળેલી ગુપ્ત બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. એસપી આમિર જાવેદ અને તેમની ટીમે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે તે 5.8 કિલો સોનાની હેરાફેરી કરી રહ્યો હતો. આ સોનુ આરોપી પોતાના પેટ પર બાંધીને લઈ જઈ રહ્યો હતો. 5.8 કિલો સોનુ સરખે ભાગે બિસ્કિટના સ્વરૂપમાં ઝડપી લેવાયું.
Bihar Crime News: પૂર્ણિયામાં 5.8 કિલો સોનાની હેરાફેરી કરતો સ્મગલર ઝડપાયો - 24 કેરેટનું શુદ્ધ સોનુ
બિહારના પૂર્ણિયામાં સોનાની હેરાફેરીનો મોટો મામલો સામે આવ્યો છે. 5.8 કિલો સોનાની હેરાફેરી કરતો સ્મગલરને પૂર્ણિયા પોલીસે ઝડપ્યો. પોલીસને મળેલી ગુપ્ત બાતમીને આધારે પોલીસે આ સ્મગલરની ધરપકડ કરી છે. જપ્ત સોનાની કુલ કિંમત 3 કરોડથી વધુની છે. વાંચો સોનાની હેરાફેરીના પર્દાફાશ વિશે
Published : Aug 26, 2023, 5:19 PM IST
સિલિગુડીથી આવી રહેલી બસનું ચેકિંગ કરતા એક આરોપી તેના પેટ પર 5.8 કિલોગ્રામ સોનું બાંધીને જતો પકડાયો હતો. આ સોનાની બજાર કિંમત 3 કરોડથી વધુની થવા જાય છે. આ સોનુ સિલિગુડીથી પટના જઈ રહ્યું હતું. પટનાથી બીજા સ્મગલર આ સોનાને લઈ જવાના હતા. આરોપીની વધુ પુછપરછ અમે કરી રહ્યા છીએ...આમિર જાવેદ(એસપી, પૂર્ણિયા)
બસમાં સોનાની હેરાફેરીઃ પોલીસે દાલકોલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપી બસમાં સોનુ લઈ જતો હતો. પોલીસે બસનું ચેકિંગ શરૂ કર્યુ હતું. બસમાં પોલીસ ચેકિંગ શરૂ થતાં જ આરોપીના માથા પર પરસેવો વળી ગયો હતો. જ્યારે પોલીસે આરોપીની તપાસ હાથ ધરી ત્યારે 5.8 કિલો સોનુ મળી આવ્યું. આ સોનુ 24 કેરેટનું શુદ્ધ છે અને તેની બજાર કિંમત 3 કરોડ રૂપિયાથી વધુની થાય છે. આરોપી આ માલ સીલીગુડીથી લાવ્યો હતો. પોતે માત્ર કેરીયર હોવાનું જણાવે છે. તેણે આ સોનુ પટના લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા જોઈ રહી છે.