ન્યૂઝ ડેસ્ક:દરેક માતા પિતાનું સપનું (good parenting for kids) હોય છે કે, તેમનું બાળક તેમની દરેક (Listen to the children) વાત માને અને આપેલી પદ્ધતિને અનુસરે, પરંતુ આ માટે જરૂરી છે કે, તમે પણ તેમની નજરમાં શ્રેષ્ઠ બનો અને તેઓ તમને તેમના આદર્શ માને. આ માટે જરૂરી છે કે, માતા-પિતા બન્યા (Parents, learn these 5 habits) પછી તમારી ખરાબ આદતોને હંમેશ માટે છોડી દો અને એક સારા વ્યક્તિ બનવાનો પ્રયાસ કરો. કહેવાય છે કે, બાળકો તેમના માતા-પિતાનો પડછાયો હોય છે.
બાળક તમને જોઈ રહ્યો છે: યાદ રાખો કે બાળકો નાના હોય છે ત્યારથી તેઓ તેમના આસપાસના અને તેમના નજીકના લોકોને જુએ છે અને તેમના વર્તનને અનુસરવાનું (The child is watching you) શીખવાનું શરૂ કરે છે. મોટા બાળકો પણ આવા હોય છે અને તેમના માતા-પિતાની આદતો શીખે છે. આવી સ્થિતિમાં ક્યારેય તેમની સામે ખોટું કામ ન કરો કે કોઈની સાથે ખરાબ વર્તન ન કરો.
લડશો નહીં: ઘણા માતા-પિતા બાળકોની સામે જ લડવા લાગે છે, જેની બાળકોની માનસિકતાપર ખૂબ જ ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં, જો તમે તેમની સાથે લડવાની ના પાડો છો, તો તેઓ પણ તમારી વાત સાંભળશે નહીં અને લડતા શીખી જશે.