- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 હતી
- ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી.
- કેમ્પબેલ ખાડી માં શુક્રવારે રાત્રે 8:35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા
કેમ્પબેલ ખાડી : કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓની કેમ્પબેલ ખાડી માં શુક્રવારે રાત્રે 8:35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 હતી. જો કે, અત્યાર સુધી ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી.
આ પણ વાંચો : રોહિણી કોર્ટમાં ફાયરિંગ મુદ્દે દિલ્હીના વકીલો આજે હડતાલ પર
વારંવાર ભૂકંપના આંચકા અંદામાન અને નિકોબારમાં અનુભવાય છે
આ પહેલા 11 સપ્ટેમ્બરના રોજ સવારે 8:50 કલાકે અંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. જો કે, આમાં કોઈ જાન -માલના નુકશાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ આંદામાન અને નિકોબારમાં દિગ્લીપુરથી 137 કિમી ઉત્તરે હતું. 31 ઓગસ્ટના રોજ પોર્ટબ્લેર, આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પોર્ટ બ્લેરથી 116 કિમી દક્ષિણપૂર્વમાં હતું. આંદામાન અને નિકોબારમાં 20 ઓગસ્ટે ભૂકંપ આવ્યો હતો. આંદામાન અને નિકોબાર ટાપુઓ ખૂબ જ ભૂકંપગ્રસ્ત પ્રદેશ છે. અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.