- નાગૌરના કુચામનમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
- ઘટનામાં 5 લોકોના મોત, 3 ઇજાગ્રસ્ત
- મુખ્યપ્રધાન અશોક ગેહલોતે અકસ્માત અંગે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું
જયપુર: નાગૌરના કુચામન વિસ્તારમાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. એક ગંભીર રીતે ઘાયલ બાળકીને જયપુર રેફર કરવામાં આવી છે અને અન્ય બેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ઘટનામાં નાની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
તમામ લોકો ચુરુ જિલ્લાના રાજલદેસર ગામના રહેવાસી હતા. તમામ ચુરુથી અજમેર જઈ રહ્યા હતા. આ સમયે આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોના મોત નીપજ્યા હતા. એક નાની બાળકીને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતકોમાં બે ભાઈઓ, તેમની પત્નીઓ અને પુત્રીનો સમાવેશ થાય છે. માહિતી મળતા મુજબ કુચામન પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ઘાયલોને કુચામનની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.