ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Uttarpradesh Accident: જૌનપુર જિલ્લામાં સર્જાયો અકસ્માત, મુખ્યપ્રધાને દુ:ખ વ્ચક્ત કર્યુ - uttarpradesh cm

ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રિલોચન મકરા બાયપાસ નજીક મંગળવારે સવારે જાનૈયાઓથી ભરેલી કાર એક ટ્રક સાથે ટક્કરાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. આ અકસ્માત અંગે રાજ્યના મુખ્યપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ છે.

જૌનપુર જિલ્લામાં સર્જાયો અકસ્માત,
જૌનપુર જિલ્લામાં સર્જાયો અકસ્માત,

By

Published : Jul 13, 2021, 10:20 AM IST

  • ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં સર્જાયો અકસ્માત
  • દુર્ઘટનામાં 2 સગા ભાઈઓ સહિત 5 લોકોના મોત
  • મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દુ:ખ વ્ચક્ત કર્યુ

જૌનપુર: જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રિલોચન મકરા બાયપાસ નજીક મંગળવારે સવારે જાનૈયાઓથી ભરેલી કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બે સગા ભાઈઓ સહિત એક જ ગામના 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે એકની હાલત નાજુક છે. તેને ટ્રોમા સેન્ટરમાં રિફર કરાયો હતો. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જિલ્લામાં માર્ગ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

કાર લગ્ન સમારોહથી આવી રહી હતી પરત

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર સવાર લગ્નના સમારોહમાં ભાગ લીધા બાદ જૌનપુર તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયુ. કલાકોની મહેનત બાદ પોલીસે કોઈક રીતે પાંચેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત ડ્રાઇવરને ઉંઘની ઝપકી આવી હોવાથી થયો છે.

આ પણ વાંચો: CCTV : રિક્ષાની ઠોકરે બાઈકચાલક જમીન પર પટકાયા , પાછળથી આવતો ટ્રક માથા પર ફરી વળ્યો

રાજ્યના મુખ્યપ્રધાને દુ:ખ વ્ચક્ત કર્યુ

આ અકસ્માતને લઈ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યપ્રધાને વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર રહીને શક્ય બને તેટલા લોકોની મદદ કરવા સૂચના આપી છે.

ABOUT THE AUTHOR

...view details