- મુંબઈના વર્સોવા બીચ પર ગણેશજીની મૂર્તિ વિસર્જનમાં બની દુર્ઘટના
- ગણેશ વિસર્જન દરમિયાન 5 બાળકો દરિયામાં ડૂબ્યા
- બીચ પર હાજર લોકોએ 2 બાળકને બચાવ્યા, 3 હજી પણ ગુમ
- BMCની તપાસ અને રેસ્ક્યુ ઓપરેશન હજી પણ ચાલુ છે
મુંબઈઃ રવિવારે ગણેશ વિસર્જન દરમિયાન વર્સોવા બીચ પર આવેલા 5 બાળકો ડૂબી ગયા હતા. જોકે, 5માંથી 2 બાળકોને તો બચાવી લેવાયા છે. જ્યારે ત્રણ બાળકો હજી પણ ગાયબ છે. ત્યારે આ બાળકોને તપાસ હજી પણ ચાલુ જ છે. આ સાથે જ BMCનું રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે. BMCનું કહેવું છે કે, ત્રણ બાળકોની તપાસ માટે લાઈફ બોય અને મનીલા રોપ, ફ્લડ રેસ્ક્યુ ટીમ દ્વારા LED લાઈટના માધ્યમથી ડૂબવાના સ્થળ પર અને આસપાસના વિસ્તારોમાં ફેરી બોટનો પ્રયોગ કરીને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે, ત્રણ બાળકોને શોધવા માટે પોલીસ બોટની પણ મદદ માગવામાં આવી છે. આ બચાવ કાર્યને ધ્યાનમાં રાખી જેટ્ટીની ફ્લડ લાઈટ્સ પણ ચાલુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો-તળાવમાં ડૂબવાથી 7 બાળકીઓના મોત, કરમા વિસર્જન દરમિયાન ઉંડા પાણીમાં જવાથી ઘટી ઘટના
મંજૂરી નહતી છતાં લોકો વિસર્જન માટે આવ્યા હતા
જોકે, આ વખતે તંત્રએ વિસર્જન રેલીની મંજૂરી નહતી આપી. તેમ છતાં ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો નીકળ્યા હતા. વર્સોવા બીચ પર પણ વિસર્જનની મંજૂરી નહતી આપવામાં આવી. ત્યારે મુંબઈના રાજા કહેવાતા ગણેશ ગલીના ગણપતિ બાપ્પાના મુંબઈના ગિરગાંવ ચૌપાટી પર વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર પણ બાપાના દર્શન કરવા પહોંચ્યાં હતાં.
આ પણ વાંચો-સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ વિસર્જનની શરૂઆત, શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ગણેશ અને ગૌરીની 2,185 પ્રતિમાઓનું વિસર્જન થયું
મુંબઈમાં ગણેશોત્સવના અંતિમ દિવસે (રવિવારે) બપોર સુધી શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ગણેશ અને ગૌરીની 2,185 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોરોનાને ધ્યાનમાં રાખી આ વર્ષે મહારાષ્ટ્રમાં સાર્વજનિક મંડળોના ગણપતિની મહત્તમ ઉંચાઈ 4 ફૂટ અને રેલી કાઢવાની મંજૂરી નહતી. આ વખતે લાલબાગના રાજાની મૂર્તિની પણ ઉંચાઈ 4 ફૂટથી વધુ નહતી. ત્યારે લાલબાગના રાજાનું વિસર્જન ગિરગાંમ ચૌપાટી પર થયું હતું. આ વિસર્જનમાં મોટી સંખ્યામાં ગણેશભક્તો ઉમટ્યા હતા. આ વખતે ભક્તોથી વધારે પોલીસના જવાનો જોવા મળ્યા હતા. જ્યારે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પોલીસને તહેનાત કરવામાં આવી હતી.