ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TMCની ઓફિસમાં તોડફોડના આરોપમાં ભાજપના 5 કાર્યકર્તાઓની ધરપકડ - બંગાળ ચૂંટણી 2021

પશ્ચિમ બંગાળમાં પૂર્વ વર્ધમાન જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન TMC (તૃણમુલ કોંગ્રેસ)ની ઓફિસમાં તોડફોડ અને ઘરોમાં લૂંટફાટના આરોપમાં ભાજપના 5 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ અંગે જણાવ્યું કે, આરોપીઓએ ઘરોમાં તોડફોડ કરી હતી. સાથે જ સોનું અને 2 લાખ રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી.

By

Published : Apr 5, 2021, 10:29 AM IST

  • પૂર્વ વર્ધમાન જિલ્લામાં TMCની ઓફિસમાં થઈ હતી તોડફોડ
  • ભાજપના 5 કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાનો આરોપ
  • 2 લાખ રૂપિયાની લૂંટ કરી હોવાનો ભાજપના કાર્યકર્તાઓ પર આરોપ

આ પણ વાંચોઃકોંગ્રેસનું કામ માત્ર જુઠ્ઠાણું ફેલાવવાનું છેઃ જે. પી. નડ્ડા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને TMC વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. અહીંની ચૂંટણી લોહીયાળ બની ગઈ છે. ક્યારેક ભાજપના નેતાઓ પર હુમલો થયો તો ક્યારેક મમતા બેનરજી પર હુમલો થયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. હવે પશ્ચિમ બંગાળમાં પૂર્વ વર્ધમાન જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન TMC (તૃણમુલ કોંગ્રેસ)ની ઓફિસમાં તોડફોડ અને ઘરોમાં લૂંટફાટના આરોપમાં ભાજપના 5 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃહારને સામે જોતા મમતા બેનરજી બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનું વિચારે છેઃ જે. પી. નડ્ડા

TMC અને ભાજપના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી

પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, આ ઘટના ત્યારે થઈ હતી જ્યારે ભાજપ સમર્થક પોતાના ઉમેદવાર ભીષ્મદેવ ભટ્ટાચાર્યની સાથે શનિવારે બપોરે જિલ્લાના મેમારી વિસ્તારના નાવહાટી ગામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. TMC અને ભાજપના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કેટલાક મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details