- જિઓ-ગૂગલ પાર્ટનરશિપથી તૈયાર કરાયો છે JioPhone Next
- Reliance AGM 2021માં લોન્ચ કરવામાં આવ્યો JioPhone Next
- 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસથી થશે વેચાણ શરૂ
ન્યૂઝ ડેસ્ક : આજે ગુરૂવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (Reliance AGM 2021) ચાલી રહી છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગૂગલ અને રિલાયન્સ જિઓ ની પાર્ટનરશિપથી તૈયાર કરાયેલા નવા સ્માર્ટફોન જિઓફોન નેક્સ્ટ (JioPhone Next)ની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન સામાન્ય માણસોના બજેટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જેનું વેચાણ 10 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે.
દેશને 2Gથી મુક્ત અને 5Gથી યુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક - મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, "દેશને 2Gથી મુક્ત અને 5Gથી યુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક છે. આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિઓ અને ગૂગલ દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. એન્ડ્રોઈડ બેઝ્ડ આ સ્માર્ટફોન ખૂબ જ વ્યાજબી ભાવે સામાન્ય લોકોના બજેટને અનુલક્ષીને તૈયાર કરાયો છે. એન્ડ્રોઈડ અને ગૂગલના કારણે ઉપયોગકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમામ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. સ્માર્ટફોનની કેમેરા ક્વોલિટી અને એન્ડ્રોઈડ વર્ઝન પણ અપડેટેડ હશે." જોકે, જિઓફોન નેક્સ્ટ (JioPhone Next)ની કિંમત અંગે તેમણે કંઈ જણાવ્યું ન હતું.
ગુજરાતને મોટી ભેટ, જામનગરમાં 5 હજાર એકરમાં બનશે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ
Reliance AGM 2021 માં મુકેશ અંબાણીએ ગુજરાતને એક મોટી ભેટ આપી છે. તેમણે જામનગરમાં 5 હજાર એકર જમીનમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ (Renewable Energy Project) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કંપની આગામી 3 વર્ષમાં રૂપિયા 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં 100 ગીગા-વૉટ સોલાર એનર્જી ઉત્પન્ન કરવાનો છે. જેના માટે જામનગરમાં 4 ફેક્ટરી ઉભી કરવામાં આવશે.
AGMમાં આ મહત્વની જાહેરાતો પર રહેશે નજર