ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એન્ટિલિયા કેસ: મનસુખ હિરેનની હત્યા માટે આરોપીને 45 લાખની ચૂકવણી કરાઇ - Pradeep Sharma'

એટીલિયા કેસ માટે તપાસ કરી રહી રાષ્ટ્રીય તપાસ એજન્સિએ એક નવો ખુલ્લાસો કર્યો છે. 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા પાસે સ્કોર્પિયોમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ સ્કોર્પિયો મનસુખ હિરેનની માલિકીનું હતું. હિરેને કાર ચોરી કરી હોવાની જાણ કરી હતી. 5 માર્ચે મનસુખ હિરેનનો મૃતદેહ થાણેના રેટી બંદર પરથી મળ્યો હતો. દરમિયાન અત્યાર સુધી આ કેસમાં 150 લોકોનું નિવેદન નોંધ્યું છે. આ કેસમાં પૂર્વ પોલીસ અધિકારીઓ પ્રદીપ શર્મા અને સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી છે.

એન્ટિલિયા કેસ: મનસુખ હિરેનની હત્યા માટે આરોપીને 45 લાખની ચૂકવણી કરાઇ
એન્ટિલિયા કેસ: મનસુખ હિરેનની હત્યા માટે આરોપીને 45 લાખની ચૂકવણી કરાઇ

By

Published : Aug 4, 2021, 2:20 PM IST

  • તપાસ એજન્સીનો એક નવો ખુલ્લાસો
  • હિરેનની હત્યાને લઇને આરોપએ 45 લાખ રૂપિયા આપ્યા
  • તપાસ એજન્સીએ આ કેસ માટે કોર્ટ પાસે 30 દિવસનો સમય માંગ્યો

એટીલિયા કેસ માટે તપાસ કરી રહી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એક નવો ખુલ્લાસો કર્યો છે. મંગળવારના રોજ વિશેષ અદાલતને જણાવવામાં આવ્યું કે, થાનાના વ્યવસાયી મસુખ હિરેનની હત્યાને લઇને આરોપએ 45 લાખ રૂપિયા આપ્યા હતા.

એટીલિયા કેસની તપાસ માટે કોર્ટ પાસે વધુ 30 દિવસનો સમય માંગ્યો

તપાસ એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે કોર્ટ પાસે વધુ 30 દિવસનો સમય માંગ્યો હતો. હકીકતમાં, 25 ફેબ્રુઆરીના રોજ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં આવેલા ઘરની બહાર વિસ્ફોટકોથી ભરેલી એસયુવી મળ્યા બાદ હિરેને દાવો કર્યો હતો કે, આ કાર અગાઉ તેની સાથે હતી ત્યાર બાદ આ પછી 5 માર્ચેના રોજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

સોગંદનામું દાખલ કરવા માટે બે મહિનાનો સમય આપ્યો

અગાઉ, વિશેષ અદાલતેને 9 જૂનના રોજ સોગંદનામું દાખલ કરવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો. વિશેષ અદાલતને જણાવ્યું હતું કે, આ કેસમાં કોણે ફંડિંગ કોણે કર્યું હતુ. તેની તપાસ કરવાની જરૂર છે.

મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવતા 150 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા

કોર્ટને એમ પણ જણાવવામાં આવ્યું કે, 5 માર્ચે મનસુખ હિરેનનો મૃતદેહ થાણેના રેટી બંદર પરથી મળ્યો હતો. દરમિયાન અત્યાર સુધી આ કેસમાં 150 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. એક ટીમ તપાસ માટે દિલ્હી પણ ગઈ હતી અને નિવેદન નોંધ્યું હતું. અત્યાર સુધી આ કેસમાં પૂર્વ પોલીસ અધિકારીઓ પ્રદીપ શર્મા અને સચિન વાજેની ધરપકડ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details