ગુજરાત

gujarat

ETV Bharat / bharat

44મી ચેસ ઓલિમ્પિયાડમાં જીત બદલ મુખ્યપ્રધાને ભારતીય ટીમને આપી એક અનોખી ભેટ - સ્ટાલિને ભારતીય ટીમોને એક કરોડ રૂપિયા આપ્યા

44મી ચેસ ઓલિમ્પિયાડ (44th Chess Olympiad) મમલ્લાપુરમમાં યોજાઈ હતી. જે 28 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલી હતી. જેમાં ભારત B ટીમે ઓપન કેટેગરીમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. જ્યારે ભારત A મહિલા ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મુખ્ય પ્રધાન MK સ્ટાલિને બુધવારે FIDE 44મી ચેસ ઓલિમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતની પુરુષ અને મહિલા ટીમોને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.

44મી ચેસ ઓલિમ્પિયાડમાં જીત બદલ મુખ્યપ્રધાને ભારતીય ટીમોને આપી એક અનોખી ભેટ
44મી ચેસ ઓલિમ્પિયાડમાં જીત બદલ મુખ્યપ્રધાને ભારતીય ટીમોને આપી એક અનોખી ભેટ

By

Published : Aug 11, 2022, 5:48 PM IST

ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને (Tamil Nadu Chief Minister MK Stalin) બુધવારે FIDE 44મી ચેસ ઓલિમ્પિયાડમાં (44th Chess Olympiad) બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતની પુરુષ અને મહિલા ટીમોને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. સ્ટાલિને કલાઈવનાર અરંગમ ખાતે ઈન્ડિયા B ઓપન કેટેગરી અને ઈન્ડિયા A મહિલા ટીમને ચેક સોંપ્યો હતો. આ પ્રસંગે તમિલનાડુના મુખ્ય સચિવ વી ઈરાઈ અંબુ, રાજ્યના રમતગમત મંત્રી શિવ વી મયનાથન અને ટોચના અધિકારીઓ પણ હાજર હતા.

આ પણ વાંચો:ઓગસ્ટ મહિનામાં આ દિવસે બેન્કમાં રહેશે જાહેર રજા

PM મોદીએ કર્યું ટ્વીટ: FIDE ચેસ ઓલિમ્પિયાડ મમલ્લાપુરમમાં યોજાઈ હતી જે 28 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલી હતી. ઓપન કેટેગરીમાં ઈન્ડિયા B ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જ્યારે ઈન્ડિયા A મહિલા ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મુખ્યમંત્રી સ્ટાલિને (Chief Minister MK Stalin) એક નિવેદનમાં કહ્યું કે આ બંને ટીમોએ દેશને ગૌરવ અપાવ્યું છે. PM મોદીએ તમિલનાડુના લોકો અને સરકારની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 44મા ચેસ ઓલિમ્પિયાડના 'ઉત્તમ' યજમાન બનવા બદલ તમિલનાડુના લોકો અને સરકારની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીય ટીમોને તેમની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ ટ્વીટ કર્યું, તમિલનાડુના લોકો અને સરકાર 44મા ચેસ ઓલિમ્પિયાડના શાનદાર યજમાન રહ્યા છે. હું વિશ્વને આવકારવા અને આપણી અદ્ભુત સંસ્કૃતિ અને આતિથ્યનું પ્રદર્શન કરવા બદલ તેમની પ્રશંસા કરવા માંગુ છું.

આ પણ વાંચો:15 ઓગસ્ટ પહેલા, ભારત પાકિસ્તાન બોર્ડર પરથી 2 પાકિસ્તાની નાગરિક અરેસ્ટ

ભવિષ્યની સ્પર્ધાઓ આપી શુભેચ્છાઓ: ભારતીય ટુકડીએ ચેન્નાઈમાં તાજેતરમાં પૂર્ણ થયેલા 44મા ચેસ ઓલિમ્પિયાડમાં પ્રોત્સાહક પ્રદર્શન કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું. હું ભારત B ટીમ (પુરુષ) અને ભારત A ટીમ (મહિલા)ને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન આપું છું. ભારતમાં ચેસના ભાવિ માટે આ શુભ સંકેત છે. મોદીએ વ્યક્તિગત મેડલ જીતનાર ભારતીય ટુકડીના સભ્યોને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ એવા મહાન ખેલાડીઓ છે, જેમણે અસાધારણ ધીરજ અને દ્રઢતા દર્શાવી છે. ભવિષ્યની સ્પર્ધાઓ માટે તેમને શુભેચ્છાઓ.

ABOUT THE AUTHOR

...view details