મુંબઈ:પુણેના 43 વર્ષીય એક વ્યક્તિ અને તેનો પુત્રએ આ વર્ષે મહારાષ્ટ્ર બોર્ડની 10મા ધોરણની પરીક્ષામાં પરીક્ષા (class 10 board exams result ) આપી હતી. જેમાં પિતા પાસ થયા હતા, પરંતુ પુત્ર પાસ થઈ શક્યો ન હતો. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત 10માં ધોરણની વાર્ષિક પરીક્ષાનું પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું. ભાસ્કર વાઘમારેએ પરિવારનું ભરણપોષણ કરવા માટે નોકરી કરવાની મજબૂરીને કારણે સાતમાં ધોરણમાં અભ્યાસ છોડી દીધો હતો અને તે ફરીથી અભ્યાસ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. 30 વર્ષના ગાળા બાદ આ વર્ષે તેણે પુત્ર સાથે પરીક્ષા (State Board Exam Result) આપી હતી.
બાપ પાસ, દિકરો નાપાસ...! 43 વર્ષીય પિતાની જીતી બાજી, તો પુત્રની હારી બાજી - પરીક્ષાના પરિણામમાં પુત્ર નાપાસ
પુણેમાં પિતા-પુત્રએ 10માં ધોરણની પરીક્ષા (class 10 board exams result ) આપતા એક અનોખી ઘટના બની હતી. આ પરીક્ષાના પરિણામમાં (State Board Exam Result) પુત્ર નાપાસ થયો હતો, જ્યારે પિતા પાસ થઈ ગયા હતા. આથી, પિતાએ કહ્યું કે, તેમના પુત્રને પાસ કરાવવા માટે તેઓ પણ હવે મહેનત કરશે.
પિતા પાસ, દિકરો નાપાસ :પુણે શહેરના બાબાસાહેબ આંબેડકર વિસ્તારમાં રહેતા વાઘમારે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરે છે. તેણે શનિવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે, હું હંમેશા વધુ અભ્યાસ કરવા માંગતો હતો, પરંતુ પારિવારિક જવાબદારીઓને કારણે તે અગાઉ કરી શક્યો નહીં. વાઘમારેએ વધુમાં કહ્યું કે, કેટલાક સમયથી હું ફરીથી અભ્યાસ શરૂ કરવા અને કોઈ કોર્સ કરવા આતુર હતો જેનાથી મને વધુ કમાણી કરવામાં મદદ મળે. તેથી મેં ધોરણ 10ની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. મારો પુત્ર પણ આ વર્ષે પરીક્ષા આપી રહ્યો હતો અને તેનાથી મને મદદ મળી હતી.
આ પણ વાંચો :ઉત્તરવહી સાથે છેડછાડ કરતા પહેલા ચેતી જજો ! નકર થશે આટલો મોટો દંડ
પિતા દિકરાને પાસ થવા કરશે મદદ :તેણે કહ્યું કે, તે દરરોજ અભ્યાસ કરતો હતો અને કામ કર્યા પછી પરીક્ષાની તૈયારી શરૂ કરતો હતો. જો કે, હવે તે પરીક્ષા પાસ કરીને ખુશ છે, પરંતુ તેનો દીકરો બે વિષયમાં નાપાસ થયો હોવાનું તેને દુઃખ છે. વાઘમારેએ કહ્યું કે, હું મારા પુત્રને પૂરક પરીક્ષામાં મદદ કરીશ (અમુક વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આયોજિત). મને ખાતરી છે કે તે આ પરીક્ષાઓ પાસ કરશે.