ઉત્તરકાશી (ઉત્તરાખંડ):ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલની બહાર રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સુરંગની બહાર 41 એમ્બ્યુલન્સ ઉભી છે. આ એમ્બ્યુલન્સ તમામ જરૂરી તબીબી સુવિધાઓથી સજ્જ છે. સુરંગમાંથી 41 મજૂરોને બહાર કાઢતા જ આ એમ્બ્યુલન્સની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવશે.
જરૂર પડ્યે ચિનૂક દ્વારા એરલિફ્ટઃઆ 41 એમ્બ્યુલન્સ ઉપરાંત આર્મીનું ચિનૂક હેલિકોપ્ટર તૈયાર છે. જો કોઈપણ કામદારને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ગંભીર સમસ્યા હોય અને એરલિફ્ટની જરૂર હશે, તો તેના માટે ચિનૂક હેલિકોપ્ટર તૈયાર રાખવામાં આવ્યું છે. ચિનૂક હેલિકોપ્ટર ટૂંક સમયમાં ચિન્યાલીસૌર એરપોર્ટ પર ઉતરનાર છે. જે ટનલમાં સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા તૈનાત રાખવામાં આવ્યું છે.
માત્ર થોડા મીટર ડ્રિલિંગ બાકીઃ સિલ્ક્યારાની ટનલમાં માત્ર 6 મીટર ડ્રિલિંગ બાકી છે. છેલ્લા 12 દિવસથી સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને ગમે ત્યારે બચાવી લેવામાં આવે તેવી શક્યતા છે. સિલ્ક્યારાની સુરંગમાં 8 રાજ્યોના 41 કામદારો છેલ્લા 12 દિવસથી ફસાયેલા છે. દિવાળીના દિવસથી જ તેમના સુરક્ષિત બચાવ માટે ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. રેસ્ક્યુ ઓપરેશનની ખાસ વાત એ છે કે તેમાં વિદેશી નિષ્ણાતો પણ સામેલ છે. જેમાં ઓસ્ટ્રેલિયાના રહેવાસી આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સનો પણ સમાવેશ થાય છે.
સુરંગમાં 41 શ્રમિકો 265 કલાકથી ફસાયા છેઃ 12મી નવેમ્બરની સવારથી સિલ્કિયારાની સુરંગમાં 41 શ્રમિકો ફસાયા છે. તેમાંથી સૌથી વધુ 15 કામદારો ઝારખંડના છે. સુરંગમાં ઉત્તર પ્રદેશના 8 શ્રમિકો છે. જ્યારે ઓડિશાના પાંચ અને બિહારના ચાર કામદારો છે. પશ્ચિમ બંગાળના 3 અને આસામના 3 તેમજ ઉત્તરાખંડના બે અને હિમાચલ પ્રદેશના એક શ્રમિકનો સમાવેશ થાય છે. છેલ્લા 12 દિવસથી સિલ્ક્યારાની સુરંગમાં આ તમામ શ્રમિકો ફસાયેલા છે.
- ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે ઓડિયો વિઝ્યૂઅલ કોમ્યુનિકેશન કરવામાં આવ્યું
- ઇન્ટરનેશનલ ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ પહોંચ્યા સિલ્ક્યારા, ટનલની ઉપરથી ડ્રિલિંગ કરવામાં આવશે