ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા સેનાની ત્રણે પાંખમાં યુવાનોની ભરતી માટેની એક અગ્નિપથ સ્કીમ (Agnipath scheme of India)ની જાહેરાત કરી છે. તે અંતર્ગત આજે સાઉથ વેસ્ટર્ન કમાન્ડ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વિક્રમસિંઘએ પત્રકાર પરિષદ (vikram sing press conference) સંબોધીને જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત એરફોર્સમાં પણ યુવાઓની ભરતી (Indian air force recruitment) કરવામાં આવશે અને અમે યુવાનો પાસે જઈશું અને દેશની સેવામાં જોડાવ તેવી રજુઆત કરવામાં આવશે.
નિમણૂક પામેલા યુવાઓના 25 ટકા કવોટા: ચાર વર્ષ પૂર્ણ થયા બાદ જે યુવાનો અવધિ પ્રમાણે છુટા કરવામાં આવશે તેનાથી દેશની ત્રણેય સેનાના કોમ્પ્યુટર ડેટા (Armys computer data) લીક નહીં થાય કારણ કે તેના અમુક અને મહત્વના અધિકારીઓ પાસે જ કોમ્પ્યુટર ડેટા હોય છે. એર માર્શલ વિક્રમસિંહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે જેટલા પણ યુવાઓ સિલેક્ટ થશે તેમાં 4 વર્ષના સમયગાળા બાદ 25 ટકા જેટલા યુવાનોને રેગ્યુલર બેઝિસ 15 વર્ષની અવધિ સાથેની નોકરી આપવામાં આવશે. 25 ટકા યુવાનોને નોકરી આપવામાં આવશે એ લોકો એ પહેલેથી જ ભરતી માટેની પ્રક્રિયા કરવાની રહેશે. સીધી ભરતી કરવામાં આવશે નહીં જ્યારે આ સંપૂર્ણ ભરતી પારદર્શક રહેશ.
કોઈ ટ્રેક રેકોર્ડ રહેશે નહીં : વિક્રમ સિંઘકેન્દ્ર સરકાર દ્વારા આર્મી નેવી અને એરફોર્સમાં #Agnipath યુવાઓને ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ યુવાનો પ્રત્યે તે ચાર વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે ત્યારે ચાર વર્ષ પૂર્ણ થયા બાદ જે તે યુવાને સેવામાંથી નિવૃત્તી આપી દેવામાં આવશે, પરંતુ વૃદ્ધિ આપ્યા બાદ નેવી એરફોર્સ અથવા તો આર્મી કોઈપણ સુરક્ષા પાખના યુવાનો રેકોર્ડ રાખશે નહીં.
આ પણ વાંચો:વરસાદમાં દારૂની મજા માણતા નબીરા: ક્રાઇમ બ્રાન્ચે એન્ટ્રી મારી પાડ્યો મહેફિલમાં ભંગ