ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝાલોરઃ 90 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને 20 ક્લાકની મહેનત બાદ સુરક્ષિત કઢાયો બહાર - રાજસ્થાન

ઝાલોરના લાછડી ગામે ગુરુવારે બોરવેલમાં પડી ગયેલા 4 વર્ષના બાળકને એસડીઆરએફની ટીમ સતત બચાવવા પ્રયાસ કરી રહી હતી. સાંજે 6 વાગ્યે બોરવેલમાં કેમેરાથી બાળકના વિઝ્યુઅલ મેળવવામાં આવ્યા હતા. બાળક વિઝ્યુઅલ્સમાં એકદમ સલામત દેખાયો હતો. એસડીઆરએફ સતત નળીમાંથી બાળકને ઓક્સિજન પહોંચાડી રહી હતી. ત્યારે આજે સવારે 3ઃ15 ક્લાકે બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો.

90 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને 20 ક્લાકની મહેનત બાદ સુરક્ષિત કઢાયો બહાર
90 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને 20 ક્લાકની મહેનત બાદ સુરક્ષિત કઢાયો બહાર

By

Published : May 7, 2021, 9:26 AM IST

  • તેના સ્વાસ્થ્યની તપાસ કર્યા પછી ડોક્ટર તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકે છે
  • એસડીઆરએફએ ગુરુવારથી બાળકને કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી
  • મોડી રાત્રે બચાવ કામગીરી બાદ બાળકને સલામત બહાર કાઢવામાં આવ્યો છે

ઝાલોરઃ ગુરુવારે સવારે 10 વાગ્યે જિલ્લાના લાછડી ગામે 4 વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો હતો. જેને શુક્રવારે સવારે લગભગ 3.15 ક્લાકે સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. લગભગ 20 કલાકની મહેનત બાદ આજે સવારે બાળકને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. તબીબોની દેખરેખ હેઠળ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેના સ્વાસ્થ્યની તપાસ કર્યા પછી ડોક્ટર તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકે છે.

90 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને 20 ક્લાકની મહેનત બાદ સુરક્ષિત કઢાયો બહાર

આ પણ વાંચોઃભરૂચમાં 6 વર્ષીય બાળકી રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડી જતા મોત

એનડીઆરએફની ટીમ આવી પહોંચી હતી

ગુજરાતની એનડીઆરએફની ટીમ પણ બાળકને બચાવવા પહોંચી ગઈ હતી. આ સાથે જિલ્લા કલેક્ટર અને એસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

એક નળી દ્વારા બાળકને ઓક્સિજન પહોંચાડવામાં આવતો હતો

એસડીઆરએફએ ગુરુવારથી બાળકને કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. એક નળી દ્વારા બાળકને ઓક્સિજન પહોંચાડવામાં આવતો હતો. તે જ સમયે એસડીઆરએફે થાવા માટે દોરડાની મદદથી બાળક સુધી બિસ્કિટ અને પીવા માટે પાણીની બોટલ પહોંચાડી હતી. બોરવેલમાં ફસાયેલા બાળકના વિઝ્યુઅલ પણ બહાર આવ્યા હતા. જેમાં બાળક સલામત મળી આવ્યો હતો. મોડી રાત્રે બચાવ કામગીરી બાદ બાળકને સલામત બહાર કાઢવામાં આવ્યો છે.

90 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને 20 ક્લાકની મહેનત બાદ સુરક્ષિત કઢાયો બહાર

કેવી રીતે બોરવેલમાં પડ્યો બાળક

બુધવારે લાછડી ગામના ખેડૂત નગરામ દેવાસીના ખેતરમાં બોરવેલ ખોદવામાં આવી હતી. જેની ઉંડાઇ 90 ફૂટની નજીક છે. તેની ઉપર એક લોખંડની તગારી મૂકવામાં આવી હતી. પરંતુ 6 મે ગુરુવારે સવારે 10 ક્લાકે નાગારામનો 4 વર્ષનો બાળક અનિલ રમતા-રમતા બોરવેલ પાસે આવ્યો હતો અને તેના પર મૂકવામાં આવેલી લોખંડની તગારી હટાવીને તેમાં જોવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃમધ્યપ્રદેશ: 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડ્યો 3 વર્ષનો બાળક, બચાવ કામગીરી શરૂ

બાળકનો પગ લપસતા બોરવેલમાં પડ્યો હતો

અચાનક બાળકનો પગ લપસી ગયો અને બાળક નીચે પડી ગયું. જે બાદ પરિવારે તાત્કાલિક ઘટના અંગે વહીવટી તંત્રને જાણ કરી હતી. જે બાદ વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

90 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને 20 ક્લાકની મહેનત બાદ સુરક્ષિત કઢાયો બહાર

ABOUT THE AUTHOR

...view details