અમરાવતી: મહારાષ્ટ્રના નાગપુર-ઔરંગાબાદ હાઈવે (Nagpur-Aurangabad Highway) પર બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત (Fatal Accident between two trucks) થયો છે. બે ટ્રકની સ્થિતિ જોતા એવું કહી શકાય કે, બન્ને ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ પૈકી એક ટ્રકમાં ડુંગળી તો બીજામાં બાંધકામ માટેના સળીયા જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં કુલ 4 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર (Massive Traffic Jammed on Highway) ચક્કાજામ થઈ ગયો હતો. દૂર દૂર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. આ અકસ્માત નજરે જોનારે કહ્યું હતું કે, ટ્રક ચાલક હાઈવે પરના ખાડાને બચાવવા જઈ રહ્યો હતો. એ સમયે આ ઘટના બની.
આ પણ વાંચો:ડ્રોન ટેક્નોલોજી વડે છંટકાવની અસરકારકતા વધારવા થશે નિર્ણાયક કૃષિ કામગીરી, ખેડૂતનો ખર્ચ ઓછો થશે
સળીયા સોંસરવા નીકળ્યા: મહારાષ્ટ્રના નંદગાંવ ખંડેશ્વર તાલુકાના શિંગણાપુર કાંટા પાસે, બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતમાં જે ટ્રકમાં સળીયાને લઈ જવાઈ રહ્યા હતા, અકસ્માતમાં એ સળીયા ડ્રાઈવરની કેબીનની બહાર નીકળી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, ચાલકનું કેબીનમાં જ મૃત્યું થયું હતું. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનવ્યવહારને મોટી બ્રેક લાગી હતી.