મુંબઈ :આજે ભારતીય શેરમાર્કેટની મજબૂત શરૂઆત બાદ તગડી રિકવરી નોંધાવી છે. ઉલ્લેખનિય છે કે પાછલા પાંચ દિવસથી નબળું વલણ રહ્યું હતું. જ્યારે આજે BSE Sensex અને NSE Nifty ગ્રીન ઝોન ખુલ્યા બાદ શરુઆતી એક ડૂબકી મારી દિવસ દરમિયાન સતત મજબૂતીનું વલણ દાખવ્યું હતું. શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 491 અને 141 પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. સ્થાનિક નાણાકીય સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંંડના ટેકા અને ભારે લેવાલીના પગલે ભારતીય શેરમાર્કેટમાં પાંચ દિવસ બાદ રોનક આવી છે.
BSE Sensex : આજે 4 જાન્યુઆરી ગુરૂવારના રોજ BSE Sensex ગતરોજના 71,357 બંધની સામે 322 પોઈન્ટ વધીને 71,679 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં 71,547 પોઈન્ટ ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ ભારે લેવાલી નીકળતા 408 પોઈન્ટની રિકવરી બાદ 71,955 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. આજે સતત મજબૂત વલણને જાળવી રાખી BSE Sensex ટ્રેડિંગ સેશનના અંતે 491 પોઈન્ટના સુધારા સાથે 71,847 ના મથાળે બંધ થયો હતો. જે આશરે 0.69 ટકાનો વધારો દર્શાવે છે.
'વૈશ્વિક શેરબજારો કરેક્શનમાંથી પસાર થઈ રહ્યાં છે. ગઈ FOMC બેઠકની મિનિટ્સ પછી પ્રોફિટ બુકિંગ ટ્રિગર થયું હતું. મિનિટ્સમાં જણાયું હતું કે સભ્યોમાં કોઈ સર્વસંમતિ નથી. વૈશ્વિક સ્તરે સંકેતો મિશ્ર હોવા છતાં, ગુરુવારે ભારતીય બજારે મજબૂતી દર્શાવી હતી. લોંગ પોઝિશનમાં નવા ઉમેરા માટે બંધ ધોરણે 21470નો સ્ટોપલોસ જાળવવો. જો બેન્ચમાર્ક 21470નું સ્તર તોડે તો 21260ની આસપાસ વધુ ઘટાડો શક્ય છે.' -આસિફ હિરાણી, ડિરેક્ટર, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ