પટના: બિહારના મસૌરી સબડિવિઝનમાં ત્રીજા ધોરણના 13 વર્ષના બાળકે શાળામાં જ આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. ઘટના બાદ પરિવારના સભ્યોએ સ્કૂલ મેનેજમેન્ટ અને શિક્ષકોની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા અને તેમના પર બાળકની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. જે બાદ મામલો વધુ ગંભીર બન્યો છે.
ત્રીજા ધોરણના વિદ્યાર્થીનો આપઘાત:આ ઘટના કુમ્હાર ટોલી વિસ્તારમાં ચાલતી ખાનગી નવોદય એકેડમી રેસિડેન્શિયલ સ્કૂલની છે. જ્યારે સ્કૂલમાં લોકોએ વિદ્યાર્થીને મૃત જોયો તો સ્કૂલમાં હોબાળો મચી ગયો હતો. બાદમાં આ અંગેની માહિતી પોલીસને આપવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
બાળકના આપઘાતનું કારણ અકબંધ: મૃતક વિદ્યાર્થી ધનરૂઆ પોલીસ સ્ટેશનના રૂપસપુર ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે. જે શાળામાં જ રહીને સરકારી નવોદય વિદ્યાલયની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. બાળક આ શાળામાં ત્રીજા ધોરણમાં ભણતો હતો. તે જ શાળામાં તેનો મોટો ભાઈ તેની સાથે રહેતો હતો અને ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો. બાળકના આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ શાળા પ્રશાસન અને અન્ય બાળકોની પૂછપરછ કરી રહી છે.