- હિમાચલપ્રદેશમાં વિદ્યાર્થીઓમાં કોરોનાનો વધારો
- ધર્મપુર ઉપમંડળની નિવાસી શાળાના વિદ્યાર્થીઓ બન્યાં સંક્રમિત
- વધ 39 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં ચિંતા વ્યક્ત કરાઈ
મંડી: હિમાચલ પ્રદેશમાં કોરોનાના વધી રહેલાં કેસનો આંકડો ડર ઊભો કરી રહ્યો છે. આ જિલ્લો રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરનો ગૃહ જિલ્લો છે. ધર્મપુર ઉપમંડળ સ્થિત ડો. વિજય મેમોરિયલ સિનિયર સેકન્ડરી બોર્ડિંગ સ્કૂલના વધુ 39 અને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. આ પહેલાં શાળામાં 43 બાળકો અને કર્મચારીઓ પણ પોઝિટિવ મળ્યાં હતાં. અત્યાર સુધીમાં અહીં 82 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડ્યાં છે.
આરોગ્યવિભાગ બન્યો સતર્ક
આટલી મોટી સંખ્યામાં બાળકો કોરોના પોઝિટિવ મળવાને કારણે આરોગ્યવિભાગમાં દોડધામ મચી ગઇ છે. સમગ્ર વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરીને બધાં સંક્રમિતોને આઈસોલેટ કરી દેવાયાં છે. આ સાથે આરોગ્યવિભાગે સમગ્ર શાળાને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી દીધી છે. હાલ આ નિવાસી શાળામાં કુલ વિદ્યાર્થી સંખ્યા 130 છે, જેમાં વિદ્યાર્થિની-વિદ્યાર્થીઓ બંનેનો સમાવેશ થાય છે.
એસડીએમ રાહુલ જૈનઃ નજર રાખવામાં આવી રહી છે
એસડીએમ ધર્મપુરનો ચાર્જ સંભાળતાં એસડીએમ સરકાઘાટ રાહુલ જૈને જણાવ્યું કે આખી નિવાસી શાળાને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવી છે અને બાળકોને આઈસોલેટ કરવામાં આવ્યાં છે. આરોગ્યવિભાગ અને પ્રશાસન તેના પર નજર રાખી રહ્યાં છે.