ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IIT રુડકીમાં 37 લોકો કોરોના પોઝિટિવ - કોરોના વાયરસની બીજી લહેર

ઉત્તરાખંડમાં પણ કોરોના વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. અહીં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. હવે IIT રુડકીની કોલોનીમાં 37 લોકો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

IIT
IIT

By

Published : Apr 14, 2021, 10:31 AM IST

  • ઉત્તરાખંડમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે
  • IIT રુડકીની કોલોનીમાં 67 લોકોનો કરાયો કોરોના ટેસ્ટ
  • 37 લોકો કોરોના પોઝિટિવ થતા કોલોનીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો

રુડકી (ઉત્તરાખંડ): દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. ઉત્તરાખંડમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. હવે કોરોનાને કાબૂમાં લાવવું એ તંત્ર માટે પણ પડકારરૂપ સાબિત થયું છે. હરિદ્વાર રુડકી માર્ગ પર આવેલા NIH કોલોનીમાં સેમ્પલિંગ દરમિયાન 37 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે કુલ 67 લોકોનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ આવવાથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. હાલમાં તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને કોલોનીમાં જ આઈસોલેટ કરવામાં આવ્યા છે અને અહીં જ તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃપાટણ શહેરના છ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ માટે રસીકરણ કેમ્પ યોજાયા

આરોગ્ય વિભાગે IITની કોલોની NIHમાં સેમ્પલિંગ અભિયાન શરૂ કર્યું

આપને જણાવી દઈએ કે, રુડકી IITમાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગે IITની કોલોની NIHમાં સેમ્પલિંગ અભિયાન શરૂ કર્યું છે. પહેલા દિવસે 67 લોકોનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 37 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આરોગ્ય વિભાગે તમામને આઈસોલેટ કરીને તમામ ઉપચાર શરૂ કરી દીધો છે. IIT કોલોનીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃઅમદાવાદ મનપાના કમિશ્નરનું ફરમાન, ખાનગી હોસ્પિટલોએ 20 ટકા બેડ આરક્ષિત રાખવા પડશે

તકેદારી રાખવા તમામ લોકોને સૂચના

જ્યારે રુડકી SDM પૂરણસિંહ રાણાએ જણાવ્યું હતું કે, NIA કોલોનીમાં સેમ્પલિંગનું કામ સતત ચાલી રહ્યું છે. જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે તેમને આઈસોલેટ કરી તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે જ તમામ પ્રકારની તકેદારી રાખવા નિર્દેશન આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details