ગુજરાત

gujarat

ETV Bharat / bharat

350 કરોડનું પાવર બેન્ક એપ કૌભાંડઃ STFએ તમિલનાડુથી 2 સાઈબર ઠગની કરી ધરપકડ - બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ મની એક્ટ

ઉત્તરાખંડ STF અને સાઈબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે પાવર બેન્ક એપ (Power Bank App)ના 350 કરોડ રૂપિયાના કૌભાંડમાં તમિલનાડુમાં તપાસ કરી હતી. તે દરમિયાન 2 સાઈબર ઠગની ધરપકડ કરવામાં આવી હતી. STFને સ્થાનિક કોર્ટથી બંને આરોપીના ચાર દિવસના રિમાન્ડ મળ્યા છે.

350 કરોડનું પાવર બેન્ક એપ કૌભાંડઃ STFએ તમિલનાડુથી 2 સાઈબર ઠગની કરી ધરપકડ
350 કરોડનું પાવર બેન્ક એપ કૌભાંડઃ STFએ તમિલનાડુથી 2 સાઈબર ઠગની કરી ધરપકડ

By

Published : Jul 29, 2021, 1:56 PM IST

  • ઉત્તરાખંડ STFએ તમિલનાડુમાંથી 2 સાઈબર ઠગની ધરપકડ કરી
  • પાવર બેન્ક એપ (Power Bank App)ના 350 કરોડ રૂપિયાના કૌભાંડમાં કરાઈ ધરપકડ
  • STFને સ્થાનિક કોર્ટથી બંને આરોપીના ચાર દિવસના રિમાન્ડ મળ્યા છે

દહેરાદૂનઃ પાવર બેન્ક એપથી (Power Bank App) 350 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાઈબર કૌભાંડ મામલા (International cyber scam case)માં ઉત્તરાખંડ STF અને સાઈબર ક્રાઈમ પોલીસ (Cyber ​​Crime Police)ની રાષ્ટ્રીય સ્તર પર ધરપકડ ચાલુ છે. તેવામાં ઉત્તરાખંડ STFએ તમિલનાડુમાં મોડી રાત્રે તપાસ કરી 2 આરોપીની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન તમિલનાડુના (Tamilnadu) સાલેમ અને ઈરોડ જિલ્લામાં કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. તે દરમિયાન પોલીસને અનેક ડિજિટલ પૂરાવા (Digital evidence) પણ મળ્યા છે.

આ પણ વાંચો-Saurashtra University માટી કૌભાંડ: રજિસ્ટ્રાર જતીન સોનીએ આપ્યું રાજીનામું

કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

STF અને સાઈબર ક્રાઈમ પોલીસની ટીમે તમિલનાડુ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ મની એક્ટ (Banning of Unregulated Money Act) અંતર્ગત ધરપકડ કરેલા બંને આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટથી બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મળ્યા છે. તેવામાં આરોપીઓની પૂછપરછ પછી પાવર બેન્ક એપ કૌભાંડ સાથે જોડાયેલા નેટવર્કની જાણકારી અંગે આગળની કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચો-નવસારીમાં જમીન કૌભાંડ બાબતે 11 સામે નોંધાઇ ફરિયાદ

પાવર બેન્કના માધ્યમથી સાઈબર ફ્રોડનો ખુલાસો કર્યો હતો

આપને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરાખંડ STFએ દેશભરમાં લગભગ 350 કરોડ રૂપિયાથી વધુના આંતરરાષ્ટ્રીય સ્તર પર પાવર બેન્ક એપના માધ્યમથી સાઈબર ફ્રોડ મામલાનો ખુલાસો કર્યો હતો. આ આંતરરાષ્ટ્રીય ગેંગના સંબંધમાં ચીન અને હોંગકોંગથી લઈને ભારતના અનેક રાજ્યોમાં ચાલનારા નેટવર્ક અંગે જાણકારી સામે આવી હતી. તેના જ ક્રમમાં દિલ્હી, કર્ણાટક અને હવે તમિલનાડુ જેવા રાજ્યોમાં દરોડા કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

શું હતું પાવર બેન્ક કૌભાંડ?

ગુગલના પ્લે સ્ટોર પર પાવર બેન્ક એપની ઘણી ચર્ચા હતી. લોકો આના 15 દિવસમાં જ પૈસા ડબલ કરવાની ઓફરની લાલચમાં આવી ગયા હતા. પોતાની મહેનતની કમાણીનું લોકોએ પાવર બેન્ક એપના માધ્યમથી રોકાણ કર્યું હતું. શરૂઆતી તબક્કામાં આનાથી કેટલાક લોકોને પૈસા ડબલ કરી દેવામાં આવ્યા હતા, જેનાથી વધુ લોકો લલચાયા હતા. પછી મોટી રકમ જમા થતા પાવર બેન્ક એપના કર્તા-ધર્તા રફૂચક્કર થઈ ગયા હતા. ઉત્તરાખંડ પોલીસના મતે, એપના માધ્યમથી 350 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.

ABOUT THE AUTHOR

...view details