- ડીડીસી ચૂંટણીના ચોથા ચરણનું આજે મતદાન
- ચૂંટણીની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ
- કોરોના વાઇરસની ગાઇડલાઇન્સનું કડક પાલન
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી ડીડીસી ચૂંટણીના ચોથા ચરણમાં 34 મત વિસ્તારો હશે, જેમાંથી 17 જમ્મુ અને 17 કાશ્મીરના મંડળમાં છે. આ સાથે જ આ ચરણમાં ખાલી પડેલી 216 પંચ સીટોની સાથે 50 સરપંચ બેઠકો પર પેટા ચૂંટણી થશે.
ચોથા ચરણમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 280 DDC મત વિસ્તારોમાંથી 34 પર મતદાન થવાનું છે.
ચોથા ચરણમાં કેટલા ઉમેદવાર મેદાને?
કાશ્મીર ડિવિઝનના 17 ડીડીસી મત વિસ્તારોમાં કુલ 138 ઉમેદવારો મેદાને છે, જેમાંથી 48 મહિલાઓ પણ છે, જ્યારે જમ્મૂ વિભાગના 17 મત વિસ્તારો માટે 111 ઉમેદવારો મેદાને છે, જેમાંથી 34 મહિલાઓ ઉમેદવાર છે.
કેટલા મતદાતા અને મતદાન કેન્દ્રોની સંખ્યા કેટલી?
ચોથા ચરણમાં 7,17,322 મતદાતા છે. જેમાંથી 3,76,797 પુરૂષ અને 3,40,525 મહિલાઓ છે. જેમાંથી 3,50,149 જમ્મુ વિભાગના છે અને 3,67,173 કાશ્મીર વિભાગના છે.
આ ચરણ માટે સમગ્ર પ્રદેશમાં 1910 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 781 જમ્મુ વિભાગના અને 1129 કાશ્મીર વિભાગના છે.